તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Earth Revolves Around The Sun; Galileo Galilei, The Claimant, Was Prosecuted And Killed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજ:પૃથ્વી સૂર્યની ફરતા ઘૂમે છે;આ દાવો કરનારા ગેલીલિયો ગેલિલી પર કેસ થયો અને જીવ ગુમાવ્યો

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોલેન્ડના એક ગણિતશાસ્ત્રી હતા નિકોલસ કોપર્નિક્સ. તેણે સૌથી પહેલા કહ્યું હતું કે પૃથ્વી સૂર્યની ફરતા ઘૂમી રહી છે, પણ તેમણે આ વાત કહી, પણ લખી નહીં. લખી એટલા માટે નહીં કારણ કે તેમને ચર્ચ તરફથી ડર હતો. કોપર્નિક્સનું અવસાન થયું તેના 21 વર્ષ બાદ 15 ફેબ્રુઆરી 1564ના રોજ ઈટાલીના પીસામાં ગેલીલિયો ગેલિલીનો જન્મ થયો. તેણે એક પુસ્તક લખ્યું. જેનું નામ હતું ડાયલોગ. આ પુસ્તકમાં ગેલીલિયોએ લખીને દાવો કર્યો કે પૃથ્વી સૂર્યની ફરતા ઘૂમી રહી છે.

આ વાત ચર્ચને સારી ન લાગી.ગેલીલિયો પર કેસ દાખલ કરવામાં આવ્યો. પોતાની લખેલી વાત ખોટી છે તે કહેવા માટે તેને રોમમાં બોલાવવામાં આવ્યો. આજના દિવસે વર્ષ 1634માં ગેલીલિયો રોમના ચર્ચ સમક્ષ હાજર થયા. ગેલીલિયો તે સમયે પોતાના દાવા પર અડગ રહ્યા અને કહેતા રહ્યા કે તેમણે જે લખ્યું છે તે સાચુ જ છે. જેને લીધે તેમને જેલમાં પુરી દેવામાં આવ્યા.

ત્યારબાદ તેમણે ચર્ચ સમક્ષ પોતાની લેખિત માફી માંગી. તેમની સજા ઓછી કરવામાં આવી. પણ તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. તેમના પુસ્તકો છાપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. નજરકેદ સમયે 8મી જાન્યુઆરી,1642ના રોજ તેમનુ મૃત્યુ થયું.

મૃત્યુના 300 વર્ષ બાદ ચર્ચને ભૂલનો અહેસાસ થયો
ગેલીલિયોના મૃત્યુના આશરે 350 વર્ષ બાદ ઓક્ટોબર,1992ના રોજ પોપ જોન પોલે સ્વીકાર્યું કે ચર્ચની ભૂલ હતી અને ગેલીલિયો સાચા હતા. તેમણે કહ્યું હતું કે ચર્ચે આ યોગ્ય કર્યું નથી. સ્ટીફન હોકિંગ્સ અને અલ્બર્ટ આઈસ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો તેમને ફાધર ઓફ મોર્ડન સાયન્સ કહેતા હતા.

દેશની પહેલી મહિલા રાજ્યપાલનો જન્મ
દેશની પહેલી મહિલા નેતા પૈકી એક અને સ્વતંત્રતા સેનાની સરોજીની નાયડુનો જન્મ આજના દિવસે વર્ષ 1879માં થયો હતો. તેમની ઓળખ એક કવિ તરીકે થાય છે. વર્ષ 1925માં કાનપુરમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં તેઓ અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યા બાદ તેઓ યુનાઈટેડ પ્રોવિન્સ (અત્યારનું ઉત્તર પ્રદેશ)ના રાજ્યપાલ તરીકે ચુંટાઈ આવ્યા. સરોજીની નાયડુ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેમનું આ પદ પર જ અવસાન થયું. તેમનું અવસાન 2 માર્ચ 1949ના રોજ થયું હતું.

ભારત અને વિશ્વમાં 13 ફેબ્રુઆરીની મહત્વની ઘટનાઓ આ પ્રકારે છેઃ

2017: મલેશિયાના કુઆલાલંપુર એરપોર્ટ પર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના ભાઈ કિમ જોંગ નામની હત્યા થઈ ગઈ 2010: મહારાષ્ટ્રના પુણેમાં યહુદીઓના પ્રાર્થના સ્થળ પાસે એક બેકરીમાં બોમ્બ વિસ્ફોટમાં 17 લોકો માર્યા ગયા 2001: મધ્ય અમેરિકી દેશ અલ-સલ્વાડોરમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.400 લોકોના મૃત્યું 2001: સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં સ્ટીફન કેલ નામની વ્યક્તિ સામે કેસ શરૂ થયો. તેની ઉપર આરોપ હતો કે તેણે જાણી જોઈને મહિલાને HIV સંક્રમિત કરી. 1996: નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીએ નાગરિક યુદ્ધની શરૂઆત કરી 1991: અમેરિકાના લડાકુ વિમાનોએ ઈરાકની રાજધાની બગદાદ પર બોમ્બમારો કર્યો. તેમાં સેકડો લોકો માર્યા ગયા. 1975: ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આગ લાગી 1931: દિલ્હીને સત્તાવાર રીતે દેશની રાજધાની જાહેર કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો