તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Dumper Overturned, The Contractor And His 12 year old Son Were Trapped Under The Sand For Over An Hour

દુખદ અકસ્માતમાં પિતા-પુત્રના મોત:ડમ્પર પલટી જતા કોન્ટ્રેક્ટર અને 12 વર્ષનો દિકરો રેતી નીચે એક કલાક સુધી દબાયેલા રહ્યા, JCB લાવી મૃતદેહ કાઢવા પડ્યાં

ઈન્દોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ડમ્પર નીચે પિતા-પુત્ર દટાઈ જતા બન્નેના મોત નિપજ્યા હતા) - Divya Bhaskar
(ડમ્પર નીચે પિતા-પુત્ર દટાઈ જતા બન્નેના મોત નિપજ્યા હતા)
  • કોન્ટ્રેક્ટર ઘરેથી પત્નીને એમ કહીને નિકળ્યો હતો કે બપોરે દિકરા સાથે ભોજન કરવા પરત આવશે

મધ્ય પ્રદેશના ઈંદોર શહેરના રેસીડેન્સી વિસ્તારમાં શુક્રવારે સવારે 7 વાગે ખૂબ જ આઘાતજનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રેતથી ભરેલું એક ડમ્પર પલટી ખાઈ ગયું હતું, જેની નીચે પિતા-પુત્ર દબાઈને મૃત્યુ પામ્યા હતા. પિતા-પુત્ર એક કલાક સુધી આ ડમ્પરની નીચે દબાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આશરે એક કલાક સુધી બચાવ કામગીરી કર્યાં બાદ JCBની મદદથી પિતા-પુત્રના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને હોસ્પિટલ મોકલી દીધા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સંયોગીતાગંદ પોલીસ સ્ટેશનમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. સવારે રેતથી ભરેલુ ડમ્પર ખાલી કરવા માટે કોન્ટ્રેક્ટર ગોપાલ પવાર અને તેમનો 12 વર્ષનો દિકરો ગોલુ સાથે પહોંચ્યા હતા. તે દરમિયાન રેતથી ભરેલુ ડમ્પર નિર્માણ કાર્ય નજીક એક ચેમ્બરમાં ફસાઈ ગયું અને પલટી મારી દીધી હતી. ડમ્પર પલટી જવાને લીધે પિતા અને પુત્ર બન્ને નીચે દબાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

JCBની મદદથી મૃતદેહો કાઢવામાં આવ્યા
JCBની મદદથી મૃતદેહો કાઢવામાં આવ્યા

કોન્ટ્રેક્ટરે પત્નીને કહ્યું હતું કે-ભોજન સમયે દિકરા સાથે પરત ફરીશ
કોન્ટ્રેક્ટર ઘરેથી તેની પત્નીને એમ કહીને નિકળ્યો હતો કે બપોરે દિકરા સાથે ભોજન કરવા પરત આવશે. ત્યારબાદ પિતા-પુત્ર રેસીડેન્સ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યા નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. તે સમયે કોન્ટ્રેક્ટરે દિકરાને કહ્યું હતું કે તે અહીં રમ જે, હું કેટલુંક કામ જોઈ રહ્યો છું. આ સમયે ત્યાં રેતી ભરેલુ ડમ્પર આવી પહોંચ્યું હતું. પિતા ડેમ્પર ખાલી કરાવવા આવ્યા તો તેમની સાથે દિકરો પણ ત્યાં આવી પહોંચ્યો હતો.