• Gujarati News
  • National
  • The Drunken Driver Ran The Reverse Car, Crushing The Oncoming People; Bounced Many Shops

CCTVમાં કેદ થઈ ગંભીર દૂર્ઘટના:દારુના નશામાં ધુત ડ્રાઈવરે રિવર્સ ગાડી દોડાઈ, પાછળ આવનારા લોકોને કચડી નાખ્યાં; ઘણી દુકાનોને ઉછાળી દીધી

12 દિવસ પહેલા

પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડમાં એક હૃદયદ્રાવક અકસ્માત વીડિયો કેમેરામાં કેદ થયો છે. અહીં એક નશામાં ધૂત વ્યક્તિએ પોતાની કાર આગળના બદલે પાછળના ગિયરમાં હંકારી હતી. તેણે તેની પાછળ આવતા તમામ સ્ટોલ અને ગાડીઓને ઉડાવી દીધી. નસીબની વાત એ હતી કે તે સમયે પાછળ વધારે ભીડ હાજર ન હતી, જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી.

કારની ટક્કરથી એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી અને શાકભાજી વેચનારને ગંભીર ઈજા થઈ હતી. ઘાયલોની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત વડાપાવની એક ગાડી અને કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે.

કેમેરામાં દૂર્ઘટના કેદ થઈ
આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી અને તેનો CCTV વીડિયો હવે સામે આવ્યો છે. વિડીયોમાં એક ઝડપી કાર રિવર્સમાં આવે છે અને પહેલા વડાપાવના સ્ટોલને ટક્કર મારે છે. આ પછી, તે બીજી દિશામાં જાય છે અને નજીકમાં ઉભેલા શાકભાજી વેચનાર શુભમ ભંડારીને ટક્કર મારે છે. આ ઘટના બાદ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા સુભાષ વાઘમારેને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલ શુભમ ભંડારીએ સુભાષ વાઘમારે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વાઘાડ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

ભૂલથી કાર રિવર્સ ગીયરમાં ઘૂસી ગઈ
વાખડ પોલીસના જણાવ્યા અનુસાર, સુભાષ વાઘમારે દારૂના નશામાં પોતાની મારુતિ સુઝુકી અલ્ટો કારમાં ઘરે જઈ રહ્યો હતો. એક જગ્યાએ તેણે કાર રિવર્સ ગિયર કરી અને કાર આગળને બદલે પાછળ દોડવા લાગી. આ અકસ્માતમાં કારને પણ ભારે નુકસાન થયું હતું. સુભાષે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે ભૂલથી ગાડી રિવર્સ ગિયરમાં ગાડી જતી રહી હતી, તેથી આ અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...