• Gujarati News
  • National
  • The Drunk Girl Was Driving The Car, The Young Man Was Hanging The Gate Open And That's When It Happened

ડ્રિંક એન્ડ ડ્રાઈવ:નશામાં યુવતી કાર ચલાવી રહી હતી, યુવક ગેટ ખોલી લટકી રહ્યો હતો અને ત્યારે જ જોવા જેવી થઈ

23 દિવસ પહેલા

હિમાચલ પ્રદેશમાં સોલાન જિલ્લામાં જાબલી નજીક કાર અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંદીગઢના નંબરની એક કાર અનિયંત્રીત થઈ દેખાઈ રહી છે. કારમાં ચાલકની બાજુની સીટનો દરવાજો ખુલો હતો અને તેમાંથી એક યુવક બહારની બાજુ લટકેલો હતો. આ ઘટના પાછળ આવી રહેલી કારના ચાલકે તેના કેમેરામાં રેકોર્ડ કરી હતી.

તે જ સમયે, થોડીવાર ચાલ્યા પછી, અચાનક કાર ચલાવતી યુવતીએ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તામાં ડિવાઈડર ઓળંગીને બીજા રસ્તા પર પહોંચી ગઈ હતી. બીજા રોડ પર પહોંચતા જ યુવક કારમાંથી નીચે પડી ગયો હતો. સદનસીબે સામેથી કોઈ મોટું વાહન નહોતું આવી રહ્યું, નહીંતર યુવક તે વાહનની નીચે આવી ગયો હોત.કારમાં બે યુવતી અને એક યુવત સવાર હતા.

આ ઘટના પણ મોટી દુર્ઘટના બની હોત. કારણ કે જેવી કાર ડિવાઈડર ઓળંગી, તે બીજા રસ્તા પર પેરાફિટ સાથે અથડાઈ હતી. જો આ પેરાફિટ ન હોત તો કાર ઉંડી ખાડીમાં પડી ગઈ હોત. હાલ પોલીસે વીડિયોના આધારે ત્રણેય યુવાનોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...