• Gujarati News
  • National
  • The Driver Of The Bus, Which Was Buried In The Rubble, Had His Phone Turned On, People Called And Shouted For Help; Army And ITBP Personnel Arrived For Rescue

કિન્નોરમાં દુર્ઘટના અને રેસ્ક્યૂની તસવીરો:કાટમાળમાં દટાયેલી બસના ડ્રાઇવરનો ફોન ચાલુ હતો, લોકોએ ફોન કરીને બચાવવાના કર્યા પોકાર; 13નાં મોત, 40 લોકોની શોધખોળ ચાલુ

શિમલા4 મહિનો પહેલા
પર્વત પરથી પડતી શિલાઓએ અનેક વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા
  • સેનાના જવાનો દ્વારા રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે

વરસાદમાં હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભૂસ્ખલનના બનાવો સતત સામે આવી રહ્યા છે. કિન્નૌરમાં બુધવારે પર્વતો પરથી પડતી શિલાઓએ નેશનલ હાઇવે-5 પરથી પસાર થઇ રહેલી હિમાચલ ટ્રાન્સપોર્ટની બસ સહિત એક ટ્રક અને બે કારને ઝપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 40 જેટલા લોકો ગુમ થયા છે. અત્યારસુધીમાં 14 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પર્વત પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરનો ફોન કાટમાળમાં દટાયો હતો. બસના કંડક્ટરે અને મુસાફરોએ એક જ ફોન પરથી ફોન કરીને મદદ માગી હતી. આ પછી બચાવ ટીમ લોકોને બચાવવા પહોંચી ગઈ હતી. દુર્ઘટના બાદની પરિસ્થિતિ આ તસવીરોમાં જુઓ ...

પર્વત પરથી કાટમાળ દૂર કરીને વાહનો બહાર કાઢી રહ્યાં છે સેના અને સ્ટેટ રેસ્ક્યૂ ટીમના જવાનો.
પર્વત પરથી કાટમાળ દૂર કરીને વાહનો બહાર કાઢી રહ્યાં છે સેના અને સ્ટેટ રેસ્ક્યૂ ટીમના જવાનો.
કાટમાળ નીચે દટાયેલા વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરતા બચાવ ટીમના સભ્યો.
કાટમાળ નીચે દટાયેલા વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરતા બચાવ ટીમના સભ્યો.
અકસ્માત બાદ એક કાર કાટમાળમાં દટાઈ ગઈ હતી, રેસ્ક્યૂ ટીમે એના મુસાફરોને બહાર કાઢ્યા હતા.
અકસ્માત બાદ એક કાર કાટમાળમાં દટાઈ ગઈ હતી, રેસ્ક્યૂ ટીમે એના મુસાફરોને બહાર કાઢ્યા હતા.
બચાવ ટીમના કર્મચારીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પર્વતનો કાટમાળ સાફ કરી રહ્યા છે.
બચાવ ટીમના કર્મચારીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પર્વતનો કાટમાળ સાફ કરી રહ્યા છે.
શિલાઓ પડવાથી એક ટ્રક અને કાર સંપૂર્ણપણે નાશ પામી હતી, ટ્રક-ડ્રાઈવરનો બચાવ થયો છે.
શિલાઓ પડવાથી એક ટ્રક અને કાર સંપૂર્ણપણે નાશ પામી હતી, ટ્રક-ડ્રાઈવરનો બચાવ થયો છે.
ઘટનાસ્થળે રાહત માટે બચાવ માટે એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો પહોંચી ગયા હતા.
ઘટનાસ્થળે રાહત માટે બચાવ માટે એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો પહોંચી ગયા હતા.
શિમલા-કિન્નૌર નેશનલ હાઇવે-5 પર, મોટા પથ્થરો પડવાને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થયો હતો.
શિમલા-કિન્નૌર નેશનલ હાઇવે-5 પર, મોટા પથ્થરો પડવાને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થયો હતો.
ITBPના જવાનોએ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બચાવ કામગીરી તેજ કરી દીધી હતી.
ITBPના જવાનોએ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બચાવ કામગીરી તેજ કરી દીધી હતી.
ભૂસ્ખલન બાદ હાઇવે બંધ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તાની વચ્ચે અટવાઈ ગયા છે.
ભૂસ્ખલન બાદ હાઇવે બંધ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તાની વચ્ચે અટવાઈ ગયા છે.
રાહત અને બચાવકાર્ય માટે સેનાની ટુકડી પણ સ્થળ પર પહોંચી ગઈ છે.
રાહત અને બચાવકાર્ય માટે સેનાની ટુકડી પણ સ્થળ પર પહોંચી ગઈ છે.
નેશનલ હાઇવે-5 પર પહાડો પરથી પથ્થરો પડવાનો ભય હજુ પણ છે.
નેશનલ હાઇવે-5 પર પહાડો પરથી પથ્થરો પડવાનો ભય હજુ પણ છે.
પર્વતોના કાટમાળથી હાઇવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, રેસ્ક્યૂ ટીમને પણ પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
પર્વતોના કાટમાળથી હાઇવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, રેસ્ક્યૂ ટીમને પણ પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

અત્યારસુધી પ્રાપ્ત માહિતી અનુસાર, મૂરંગથી હરિદ્વાર જતી હિમાચલ ટ્રાન્સપોર્ટ રોડ કોર્પોરેશન (HRTC)ની એક બસ, એક ટ્રક અને બે કાર સહિત અન્ય ચાર વાહનો કાટમાળ નીચે દટાયેલાં છે. બચાવ ટીમ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

મોદી-શાહે ફોન પર જયરામ પાસેથી માહિતી લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમજ મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ફોન કરીને રાહત અને બચાવકાર્યની જાણકારી મેળવી હતી. PM મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે. શાહે ITBP ના DG સાથે વાત કરીને મદદ કરવા માટે સૂચનાઓ પણ આપી છે.

સેના અને ITBPના જવાનો દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન.
સેના અને ITBPના જવાનો દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન.
મુસાફરોથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ હતી.
મુસાફરોથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ હતી.

મદદ કરે કાર્યકર્તા: નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન ખૂબ જ પરેશાન કરનારું છે. તેમણે પાર્ટીના કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ શક્ય મદદ કરવા માટે કહ્યું હતું.

ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય ઝડપી ચાલી રહ્યું છે.
ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય ઝડપી ચાલી રહ્યું છે.

ટીમો તહેનાત, બચાવકાર્ય ચાલી રહ્યું છે: જયરામ
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બુધવારે વિધાનસભામાં લંચ બ્રેક બાદ ગૃહને જાણ કરવામાં આવી હતી કે રાહત માટે ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. સરકાર સેનાને હેલિકોપ્ટર આપવા માટે વાતચીત કરી રહી છે. ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી છે. જિલ્લા કિન્નૌરના DC અને SP સમગ્ર ટીમ સાથે તહેનાત છે.

દુર્ઘટનામાં કાટમાળમાં દટાયેલા વાહન.
દુર્ઘટનામાં કાટમાળમાં દટાયેલા વાહન.
સેના અને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
સેના અને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પહેલાં 25 જુલાઈના રોજ કિન્નૌરમાં ભૂસ્ખલન બાદ એક પર્વત પરથી શિલા નીચે આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 પ્રવાસીનાં મોત થયાં હતાં. એ સમયે શિલા એટલી ઝડપથી પડી હતી કે એની ઝપેટમાં આવવાને કારણે બસ્પા નદીનો પુલ પણ તૂટી ગયો હતો. આ ઘટનામાં હિમાચલ ફરવા ગયેલા રાજસ્થાનમાંથી 4 હિમાચલ, 2 છત્તીસગઢ અને એક-એક મહારાષ્ટ્ર અને પશ્ચિમ દિલ્હીના પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા.