હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટ્રકના આગળના ટાયરો જ નથી. આમ છતાં પણ આ ટ્રક એકદમ સરળતાથી હાઈવે પર ચાલે છે. જેને જોઈને કોઈએ વીડિયો પર જ હિન્દીમાં લખી દીધું કે, ડ્રાઈવરને 21 તોપની સલામી. અહીં ડ્રાઈવરને તેની કાબેલીયત પર પૂરતો વિશ્વાસ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કારણે આ તૂટેલી ટ્રક ચલાવવા જેટલું સાહસ તેણે ખેડ્યું. આ ઘટના પરથી કદાચ એવું પણ સમજી શકાય કે પરીસ્થિતિ ભલે કોઈપણ હોય જો તેમાંથી પાર ઉતરવાની આવડત ધરાવતા હોય તો બધુ જ જાણે સરળ છે. આ સ્થિતિમાં ટ્રકને રસ્તા પર ચાલતાં જોઈને ત્યાં ઉપસ્થિત વાહન ચાલકો તો સ્તબ્ધ થઈ જ ગયા. આ ઉપરાંત એ લોકો પણ ચકિત થઈ ગયા જેમણે આ વીડિયો જોયો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વાયરલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.