• Gujarati News
  • National
  • The Driver Of A Train From Ahmedabad To Delhi Put His Relative In The Engine; He Tampered With The Emergency Device And Even LIVE On Facebook

આ કોઈ રમત નહીં, ગુનો છે:અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનના ડ્રાઇવરે પોતાના સંબંધીને એન્જિનમાં બેસાડ્યો; તેણે ઇમર્જન્સી ડિવાઇસ સાથે છેડછાડ કરી, ફેસબુક પર LIVE પણ કર્યું

જયપુરએક મહિનો પહેલા

અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સ્પ્રેસ ટ્રેનમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી. ફુલ સ્પીડમાં દોડતી એક ટ્રેનના એન્જિનમાં બેઠેલી એક વ્યક્તિએ ઇમર્જન્સી ડિવાઈસ સાથે છેડછાડ કરી. એટલું જ નહીં, પોતાના આ પરાક્રમનું તેને ફેસબુક પર લાઈવ પણ કર્યું. ઘટનાની જાણકારી સામે આવતાં રેલ પ્રશાસનમાં હોબાળો ઊભો થઈ ગયો. ડિપાર્ટમેન્ટે ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરતાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ કર્યો છે.

બાંદીકુઈ જંકશનથી બેઠો હતો એન્જિનમાં
આ ઘટના આમ તો સોમવાર સાંજની બાંદીકુઈ જંકશનની છે. જયપુરથી પહોંચેલી આશ્રમ એક્સપ્રેસમાં ચીફ લોકો ઈન્સ્પેક્ટર (ડ્રાઇવર) સંતોષે પોતાના સંબંધી સુખરામને લોકો કેબિન (એન્જિન)માં બેસાડ્યો, કેમ કે તેની ટિકિટ કન્ફર્મ ન હતી.

ટ્રેન જંકશનમાંથી રવાના થઈ એ સાથે જ સુખરામે કેબિનમાંથી ફેસબુક પેજ પર લાઈવ કરવાનું શરૂ કરી દીધું. ટ્રેનને પોતે ચલાવતો હોવાનો દાવો કરીને લાઈવ કરતો રહ્યો. વીડિયોમાં તેને ટ્રેન ચલાવનારા ડિવાઈસ સાથે છેડછાડ કરતાં પણ જોવા મળ્યો. એ સમયે ટ્રેનમાં 800થી વધુ પેસેન્જર સવાર હતા.

ત્રણ કર્મચારીને કર્યા સસ્પેન્ડ
જયપુર મંડલના DRM નરેન્દ્રએ જણાવ્યું હતું કે તપાસમાં આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે ઘટી હતી. જયપુર મંડલના રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલોટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ મનીષને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે.

એન્જિનમાં બેસેલી વ્યક્તિ સુખરામ દિલ્હી પહોંચી ગયો છે. તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ રીતે મુસાફરી કરવી અને કરાવવી ખોટું છે.

રેલવે પ્રશાસનની સામે સૌથી મોટો સવાલ એ છે કે આ મામલો તો વીડિયો લાઇવ થવાને કારણે સામે આવ્યો, પરંતુ અન્ય મામલાઓને કઈ રીતે રોકી શકાય?
રેલવે પ્રશાસનની સામે સૌથી મોટો સવાલ એ છે કે આ મામલો તો વીડિયો લાઇવ થવાને કારણે સામે આવ્યો, પરંતુ અન્ય મામલાઓને કઈ રીતે રોકી શકાય?

યાત્રિકોની સુરક્ષાને ખતરામાં નાખી
રેલવે અધિકારીની તપાસમાં સામે આવ્યું છે કે સુખરામ રિયર લોકોમાં એકલો બેઠો હતો. રિયર લોકોથી પરિચાલન સંબંધી કોઈ કંટ્રોલ નથી થતું. ત્યાંથી ઈમર્જન્સી સિસ્ટમને યુઝ કરી શકાય છે. રિયર લોકોમાં ઈમર્જન્સી ડિવાઈસનો ઉપયોગ કરી શકાય છે. રિયર લોકોમાં રહેલી ઈમર્જન્સી ડિવાઈસને સુખરામે જો યુઝ કર્યું હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત, જેનાથી સેંકડો યાત્રિકોના જીવ પર જોખમ હતું.

અન્ય સમાચારો પણ છે...