શિમલા:કારની આગળ અચાનક માકડું આવી જતાં ચાલકે બેલેન્સ ગુમાવ્યૂ, બેકાબૂ કાર રેલિંગ તોડીને પાર્કિંગમાં ખાબકી

15 દિવસ પહેલા

શિમલાના એક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં હિમલેન્ડ હોટેલ નજીક કારની આગળ અચાનક એક માકડું આવી જતાં ચાલકે બેલેન્સ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. આ સમગ્ર ઘટના પાર્કિંગમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાર્કિંગમાં કેટલાક લોકો ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં છે. આ દરમિયાન અચાનક એક કાર રેલિંગ તોડીને પાર્કિંગમાં ઊંધી ખાબકે છે. કાર પડી ગયા પછી ત્યાં હાજર લોકો તરત જ ત્યાં દોડી આવે છે અને કારમાં સવાર પતિ-પત્ની અને તેમના બાળકને બહાર કાઢી લે છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...