તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Driver Crashed Into The Wrong Side, Causing The Biker To Fall To The Ground And Die.

મહારાષ્ટ્ર:કારચાલકે રોંગ સાઇડમાં ઘૂસી અકસ્માત સર્જ્યો, બાઇકચાલક હવામાં ફંગોળાઈને નીચે પટકાતા મોત

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના નાસિકમાં એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં વાની હાઇવે પર એક બેકાબૂ કારચાલકે રોંગ સાઇડમાં ઘૂસી સામેથી આવતાં બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત રોડની સામેની સાઇડ લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં જોઈ શકાય છે કે, ફુલ સ્પીડમાં આવી રહેલી બેકાબૂ કાર રોંગ સાઇડમાં ઘૂસી જાય છે. આ દરમિયાન સામેથી બાઇક પર આવતાં સુનીલ કલોધે નામના યુવકને કારચાલક ટક્કર મારી હવામાં ફંગોળે છે. આ પછી કાર એક લાઇટના પોલ સાથે અથડાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં બાઇકચાલક સુનીલ કાલોધેનું મોત થયું છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કારચાલક સામે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...