• Gujarati News
  • National
  • The Dog Was Sitting Outside The House At Night, Suddenly Became A Swallow Of Time, Watch Shocking CCTV

જીવનમરણના જંગનો VIDEO:ખૂંખાર દીપડાને જોઈ કૂતરો જીવ બચાવવા ભાગતો રહ્યો, દીવાલ પરથી કૂદતાં તરાપ મારીને દબોચ્યો, નાસિકના શૉકિંગ CCTV

20 દિવસ પહેલા

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દીપડા અને પાળેલા કૂતરા વચ્ચેની લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દીપડો ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પરંતુ કૂતરાને જોઈને તે પીછેહઠ કરે છે. દીપડો ફરી આવે છે, પરંતુ કૂતરાને સામે જોઈને તે પાછળ હટી જાય છે. ઉત્સાહમાં, કૂતરો દીપડાની પાછળ દોડે છે, અને દીપડો કૂતરાનો શિકાર કરી લે છે. બંને વચ્ચે થોડી વાર પકડ દાવ ચાલે છે. ત્યારબાદ દીપડો તેના શિકારને મોઢામાં દબાવીને લઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મામલો નાશિકના મુંગસેરે ગામના રહેણાંક વિસ્તારનો છે. જ્યાં દીપડાએ એક પાલતુ કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. દેશના ઘણા રાજ્યોમાં જંગલી શિકારીઓના હુમલાઓ જોવા મળ્યા છે. આમાંના મોટાભાગના હુમલા દીપડાઓ દ્વારા રાત્રે કરવામાં આવે છે. જેના કારણે લોકોના ભયના માહોલમાં જીવી રહ્યા છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં એક દીપડો ઘરમાં ઘૂસીને કૂતરાનો શિકાર કરતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...