પંજાબના લુધિયાણા જિલ્લામાં ખુલ્લેઆમ સેક્સ રેકેટ ધમધમી રહ્યું છે. શેરી, મહોલ્લા, હોટલની સાથે હવે નેશનલ હાઈવે પર પણ દેહવ્યાપારનો ગંદો ધંધો ચાલી રહ્યો છે. લુધિયાણાના જલંધર બાયપાસ પાસેનાં જંગલોમાં કેટલીક મહિલાઓ વેશ્યાવૃત્તિ કરી રહી છે. આ મહિલાઓની સાથે દલાલો પણ છે અને તેઓ પોતે યુવાનોને ગંદી પ્રવૃત્તિમાં ખેંચવા હાઈવે પર બેસી જાય છે. હાઈવે પર શરૂ થયેલો આ કોઈ નવો ધંધો નથી. છેલ્લા ઘણા સમયથી આ ધંધો ચાલી રહ્યો છે અને પોલીસ તથા વન વિભાગના કર્મચારીઓ પણ આ ધંધામાં સામેલ છે. આ ધંધો માત્ર જંગલમાં જ નહીં, પરંતુ ટ્રકોમાં પણ ચાલે છે.
દિવસ-રાત્ર ધંધો ચાલે છે
આ મહિલાઓના ગ્રાહક કેટલાક કિલોમીટર સુધી મુસાફરી કરતા ટ્રકડ્રાઈવર અને સગીર છે. આટલું જ નહીં, આ ધંધામાં જોડાયેલી કેટલીક મહિલાઓએ પોતે ગ્રાહકો શોધે છે. હાઈવે પરનું આ ગંદું કામ દિવસ-રાત ચાલે છે. એ ખાલી નિર્જન જગ્યાએ ડ્રાઈવર મજા માણવા ભેગા થાય છે. આ જંગલોની અંદર અને બહાર જે રીતે વેશ્યાવૃત્તિ ચાલી રહી છે એનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ પણ આ ધંધા સાથે મળેલી છે.
મહિલાઓએ જંગલમાં બિસ્તરાં લગાવ્યાં
ભાસ્કરની રિપોર્ટ અનુસાર, આ વેશ્યાવૃત્તિના ધંધાનું સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું હતું કે મહિલાઓએ જંગલમાં બિસ્તરાં લગાવ્યાં હતાં, જ્યાં શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. જંગલમાં ગંદકીની વચ્ચે પથારી લગાવીને મહિલાઓ લોકોને રોગ આપી રહી છે. મહિલાઓ પોતે કહ્યું હતું કે તેમની સાથે પોલીસની મિલીભગત છે. આ કારણે જંગલ એકદમ સુરક્ષિત છે. અહીં અત્યારસુધી કોઈ પોલીસે દરોડા પાડ્યા નથી.
વેશ્યાવૃત્તિનો ધંધો કરતી આ મહિલાઓએ કહ્યું હતું કે 200 રૂપિયામાં આ ગંદો ધંધો કરે છે. આ ધંધો એ લગભગ 12થી 15 વર્ષ પહેલાંથી કરી રહી છે. પોલીસકર્મીઓ પણ તેમને સારી રીતે જાણે છે.
પોલીસ દરરોજ 700 અને વનકર્મી 200 રૂપિયા લે છે
મહિલાએ કહ્યું હતું કે જંગલમાં સેક્સ કરવું સરળ કામ નથી. પોલીસકર્મચારીઓથી લઈને વન વિભાગ સુધી સેટિંગ કરવું પડે છે. આ જગ્યા સુરક્ષિત છે. દરરોજે બાઈક પર આવતા પોલીસકર્મચારીઓ તેમની પાસેથી 500થી 700 રૂપિયા લે છે. આ પૈસા મહિલાદીઠ લેવામાં આવે છે. જંગલ સરકારની સંપત્તિ છે. એને કારણે વન વિભાગનો એક કર્મચારી રોજે મહિલાદીઠ 200 રૂપિયા ઉઘરાવે છે.
નશાને કારણે અનેક મહિલાઓનાં મોત થયાં
તેણે આગળ જણાવ્યું હતું કે તેની સાથેની બે મહિલા આ જંગલમાં પહેલાં જ મૃત્યુ પામી ચૂકી છે, જેમના મૃતદેહો આ જંગલમાંથી મળી આવ્યા હતા. તે મહિલાઓ નશીલા પદાર્થનું સેવન કરતી હતી. વ્યસન કરવા માટે તે યુવકો સાથે ગેરકાયદે સંબંધો બનાવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હાઈવેના જંગલમાં યુવાનો અને મહિલાઓ પણ નશો કરે છે, પરંતુ જિલ્લા પોલીસ કાર્યવાહી કરવાનું ટાળે છે.
જંગલમાં યુવાઓની ભીડ રહે છે
બીજી તરફ આસપાસના લોકોનું કહેવું છે કે જંગલમાં રોજેરોજ યુવાનોની ભીડ જોવા મળે છે. ઘણી વખત તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથેના દલાલ લોકો સાથે ઝઘડો કરે છે. પોલીસમાં કોઈ ફરિયાદ કરે તોપણ સાંભળવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.