તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Director Of AIIMS Said It Will Take Nine Months To Vaccinate Children; It Is Also Necessary To Open Schools For The Development Of Children

શાળાઓ ખોલવાની તરફેણમાં ગુલેરિયા:AIIMSના ડિરેક્ટરે કહ્યું - બાળકોને વેક્સિન આપવામાં નવ મહિના લાગશે; બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુલેરિયાએ કહ્યું- તમામ બાળકો પાસે ઓનલાઇન અભ્યાસ કરવાની સુવિધા નથી. - Divya Bhaskar
ગુલેરિયાએ કહ્યું- તમામ બાળકો પાસે ઓનલાઇન અભ્યાસ કરવાની સુવિધા નથી.
  • ડો.ગુલેરિયાએ કહ્યું, જ્યાં કોરોનાના ઓછા કેસ છે ત્યાં શાળાઓ ખોલી શકાય છે
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 509 લોકો મૃત્યુ પામ્યા

દેશમાં કોરોના સંક્રમણના કેસો ફરી તીવ્ર બન્યા છે. આ મહિને ત્રીજી લહેર આવવાની આશંકા છે. અહીં રાષ્ટ્રીય રાજધાનીમાં 1 સપ્ટેમ્બરથી બાળકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. પરંતુ બાળકો માટે હજુ દેશમાં વેક્સિન ઉપલબ્ધ નથી. સરકારના આ નિર્ણયથી નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ચર્ચા શરૂ થઈ છે કે વેક્સિન વગર બાળકો શાળામાં કેવી રીતે જઈ શકે છે. આ બધાની વચ્ચે, AIIMS ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં તમામ બાળકોને વેક્સિન આપવામાં નવ મહિના સુધીનો સમય લાગશે. એવામાં બાળકોના ભવિષ્ય સાથે લાંબા સમય સુધી રમત રમી શકાય નહીં. બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલાવી પણ આવશ્યક છે. કારણ કે બાળકો માટે શાળામાં જવું પણ ખૂબ જ મહત્વનું છે.

ડો.ગુલેરિયાએ કહ્યું, બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલાવી પણ આવશ્યક છે.
ડો.ગુલેરિયાએ કહ્યું, બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલાવી પણ આવશ્યક છે.

ડો.ગુલેરિયાએ કહ્યું- તમામ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસ કરવાની સુવિધા નથી
શાળાઓ ખોલવા બાબતે રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે જ્યાં કોરોનાના ઓછા કેસ છે ત્યાં શાળાઓ ખોલી શકાય છે. AIIMSના ડિરેક્ટર ડો. ગુલેરિયાએ જણાવ્યું કે તમામ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસ કરવાની સુવિધા નથી હોતી અને ન તો તેવું વાતાવરણ મળે છે, આવી સ્થિતિમાં શાળા ખોલવી જરૂરી છે. તેમણે કહ્યું કે શાળાઓમાં લગભગ તમામ શિક્ષકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાંની સ્થિતિ સૌથી અનુકૂળ છે. તેમણે તમામ શિક્ષકો અને સ્ટાફને અપીલ કરી છે કે તેઓ પોતે આગળ આવે અને તેઑ વેક્સિન મુકાવે. ડો. ગુલેરિયાએ શાળા તંત્રને લાંચ બ્રેક અને અન્ય કોઈપણ સમયે ભીડ એકઠી ન થવા દેવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આપણે બાળકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ કાળજી રાખવી પડશે.

ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી
જ્યારે, કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બાળકો ઝપેટમાં આવવા મુદ્દે ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને બાળકો માટેના વોર્ડ બનાવવા અને અન્ય મેડિકલ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે દરેક જિલ્લામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જણાવી દઈએ કે મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડો.નરેશ ત્રેહાને કહ્યું હતું કે જો કોરોનાથી બાળકો બીમાર પડે છે, તો અમારી હોસ્પિટલો તેમને સંભાળી શકશે નહીં, કારણ કે અમારી પાસે હજી સુધી આ માટેની સુવિધાઓ નથી.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47હજારથી વધુ નવા કેસ નોંધાયા, 509 લોકો મૃત્યુ પામ્યા
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુરુવારે બે મહિના પછી સૌથી વધુ સંક્રમણના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,092 નવા કેસ નોંધાયા છે જ્યારે 509 લોકોના મોત થયા છે. જ્યારે, 35,181 દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3,89,583 છે. બીજી બાજુ, જો આપણે દેશમાં મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,39,529 થઈ ગઈ છે અને અત્યાર સુધી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3,20,28,825 થઈ ગઈ છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32,803 કેસ નોંધાયા
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32,803 કેસ નોંધાયા છે અને 173 લોકોના મોત થયા છે. દેશના બે રાજ્ય કેરળ અને મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ પોઝિટિવિટી રેટ છે. કેરળના સાત જિલ્લાઓ (એર્નાકુલમ, ત્રિશૂર, કોઝિકોડ, પલક્કડ, કોલ્લમ અને કોટ્ટાયમ) માં દરરોજ 2000થી વધુ કેસ સામે આવી રહ્યા છે.