તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Delhi High Court Asked The Government Why The Help Of The Army Has Not Been Taken Yet; Lack Of Oxygen At Batra Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં ઓક્સિજનના અભાવ અંગે સુનાવણી:દિલ્હી હાઈકોર્ટે સરકારને પૂછ્યું- હજી સુધી સૈન્યની મદદ કેમ નથી લેવામાં આવી; બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડનો અભાવ

દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય, બેડ અને દવાઓના અભાવ અંગે દિલ્હી હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન દિલ્હી સરકારે કહ્યું કે સરકાર રાજધાનીમાં બેડની સંખ્યા 15 હજાર સુધી વધારવા જઇ રહી છે, પરંતુ અમારી પાસે આ બેડ માટે ઓક્સિજન નથી. આ મુદ્દે કોર્ટે સવાલ ઉઠાવ્યો કે દિલ્હી સરકારે આજ સુધી સેનાની મદદ લેવા માટે પ્રયાસ કેમ નથી કર્યો? કોર્ટ દ્વારા કહ્યું કે જો તમે સૈન્યની મદદ લેશો, તો તમે તમારા સ્તરે કાર્ય કરી શકશો. તેમની પાસે તેમનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ હશે.

આ દરમિયાન બત્રા હોસ્પિટલે ઓક્સિજનનો અભાવ હોવાનું જણાવ્યુ છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી ઇમરજન્સી લાગુ થઈ ગઈ છે. હોસ્પિટલમાં 307 દર્દીઓ દાખલ છે. તેમાંથી 230 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે દરેક લોકો થાકેલા છે, ત્યાં સુધી કે અમે પણ થાકી ગયા છીએ. કોર્ટે બત્રા હોસ્પિટલને કહ્યું કે તમે ડોક્ટર છો, તમારે તમારી નસ પકડવાની જરૂર છે. વ્યવસ્થા કરવા માટે સમય આપો. જો તમે મેસેજ કરતા રહેશો, તો પછી બીજું કામ કરતો વ્યક્તિ તેમાં વ્યસ્ત થઈ જશે.

ગઈકાલે કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી
આ પહેલા શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. દેશ સંક્રમણમાં તીવ્ર ઝડપનો સાક્ષી બની રહ્યો છે. તેની અસર આખી મેડિકલ સિસ્ટમ પર પડી રહી છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તે આ રીતે આપણા પર હુમલો કરશે.

રડી રહ્યા હતા સીનિયર એડવોકેટ
સુનાવણી દરમિયાન સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન અને સીનિયર એડવોકેટ રમેશ ગુપ્તા રડી પડ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે અમને બાર કાઉન્સિલના ઘણા સંક્રમિત સભ્યોના ફોન આવી રહ્યા છે. જો તેમને ઓક્સિજન સિલિન્ડર નહી મળે, તો તેઓ મૃત્યુ પામશે. હાઈકોર્ટે કહ્યું કે, 'અમે તમારી પીડા સમજીએ છીએ. કોઈએ વિચાર્યું ન હતું કે કોરોના વાયરસના કારણે આવા ખરાબ દિવસો આવશે.'

ગઈકાલે 27,047 લોકો પોઝિટિવ મળી આવ્યા
શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં 27,047 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 25,288 લોકો સ્વસ્થ થયા અને 375 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 49 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 33 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 99,361ની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો