ભારતીય સંરક્ષણ ક્ષેત્ર વિશ્વમાં અગ્રેસર:ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં પહેલા ક્રમે, યુએસ-ચીનને પણ પાછળ છોડ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નોકરી અથવા રોજગારી આપવામાં ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રી દુનિયામાં સૌથી આગળ છે. આ દાવો જર્મનીની કંપની સ્ટેટિસ્ટાએ કર્યો છે. સ્ટેટિસ્ટા જર્મનીની એક પ્રાઈવેટ સંસ્થા છે, જે દુનિયાભરમાં અલગ-અલગ મુદ્દાઓ પર આંકડા અથવા ડેટા બહાર પાડે છે. રિપોર્ટમાં ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રીને દુનિયામાં સૌથી વધુ નોકરી આપનાર જણાવવામાં આવ્યું છે. આ મામલે અમેરિકા બીજા અને ચીન ત્રીજા પર છે.

સ્ટેટિસ્ટા અનુસાર, તાજેતરની સરકારે રક્ષા વિભાગમાં 29.2 લાખ લોકોને નોકરી આપી છે. આ નોકરીઓ ત્રણેય સેનાઓ(એર ફોર્સ, નેવી અને આર્મી)ના તમામ વિભાગમાં આપવામાં આવી છે. ભારત પછી અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રીનો નંબર આવે છે. ત્યાં 29.1 લોકોને નોકરી આપવામાં આવી છે. બીજી તરફ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ 25 લાખ લોકોને નોકરી આપી છે.

વોલમાર્ટમાં 23 લાખ, એમેઝોનમાં 16 લાખ કર્મચારીઓ છે- રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, અમેરિકન કંપની વોલમાર્ટ પાસે સૌથી વધુ કર્મચારી છે. વોલમાર્ટે 23 લાખ લોકોને નોકરી આપી છે. બીજી તરફ એમેઝોન પાસે 16 લાખ કર્મચારી છે. એમેઝોન પણ અમેરિકન કંપની છે.

સૈન્ય ખર્ચમાં ભારત ત્રીજા નંબરે
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(SIPRI) અનુસાર, વિશ્વ સૈન્ય ખર્ચ 2021માં 2.1 ટ્રિલિયન US ડોલર સાથે અમેરિકા પહેલા નંબરે છે. ત્યાર પછી ચીન અને ત્રીજા પર ભારતનો નંબર આવે છે. ન્યુઝ એજન્સી અનુસાર, 2021માં અમેરિકાનો સૈન્ય ખર્ચ 801 બિલિયન ડોલર હતો. ચીને પોતાની સેના માટે 293 બિલિયન ડોલર અને ભારતે 76.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો.

ભારતની વાત કરીએ તો ચાર વર્ષ પહેલા એટલે કે 2018માં ભારત પાંચમાં ક્રમે હતું અને ત્યારે કુલ સૈન્ય ખર્ચ 66.5 બિલિયન ડોલર હતો. એટલે કે 2021 સુધીમાં આ ખર્ચમાં $10.1 બિલિયન (રૂ. 7.74 લાખ કરોડ)નો વધારો થયો છે.

સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર યથાવત
રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકાનો સૈન્ય ખર્ચ 801 બિલિયન ડોલર હતો. જે 2020ની તુલનામાં 1.4% ઓછો હતો. 10 વર્ષમાં, યુ.એસ.એ લશ્કરી સંશોધન અને વિકાસ માટેના બજેટમાં 24%નો વધારો કર્યો અને શસ્ત્રોની ખરીદી પર ખર્ચમાં 6.4% ઘટાડો કર્યો. બીજા સ્થાને ચીન છે, જેણે સંરક્ષણ પાછળ 293 અબજ યુએસ ડોલર ખર્ચ્યા છે. તે 2020ની સરખામણીમાં 4.7% વધારે છે.

અન્ય સમાચારો પણ છે...