નોટબંધી પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો:'8 મહિના સુધી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નોટબંધી હેઠળ 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યાથી 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. - Divya Bhaskar
નોટબંધી હેઠળ 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યાથી 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નોટબંધી પર એફિડેવિટ દાખલ કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો. તેથી ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી RBI સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી 8 નવેમ્બરે આ નોટોને ચલણથી બહાર કરવાનો એટલે કે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી 24 નવેમ્બરે થશે.

સરકારે પોતાના નિર્ણયનો બચાવ કર્યો
​​​​​​​
સરકારે નોટબંધીએ તેમના નિર્ણયથી બચાવ કરતાં કહ્યું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિશેષ ચર્ચા પરથી લેવામાં આવ્યો છે. નોટબંધીથી જાળી નોટો, ટેરર ફંડિંગ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની અસરકારક રીત હતી. આ ઇકોનોમિક પોલીસિઝમાં બદલાવથી જોડાયેલી સીરિઝમાં સૌથી મોટું પગલું હતું.

નોટબંધીથી થયેલા ફાયદા ગણાવ્યા
​​​​​​​
કેન્દ્રે પોતાના જવાબમાં કહ્યું કે નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણા ફાયદાઓ થયા છે. ઓક્ટોબર 2022માં 730 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, એટલે કે એક મહિનામાં 12 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. જે 2016માં 1.09 લાખ ટ્રાન્ઝેક્શન એટલે કે લગભગ 6952 કરોડ રૂપિયા હતા.

5 જજની બેન્ચ કરી રહી છે સુનાવણી
નોટબંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સૌથી પહેલા વિવેક નારાયણ શર્માએ કેન્દ્ર સરકારને પડકાર આપ્યો હતો. 2016 પછી નોટબંધી સામે 57થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામાસુબ્રમણ્યન અને જસ્ટિસ બીવી નાગરત્નાની 5 જજની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...