ભારતે વિદેશથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાની શરત ખતમ કરી છે. સરકારે નોટિસ જાહેર કરીને કહ્યું છે કે હવે ભારત આવતા વિદેશી મુસાફરોએ હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય સોમવાર અડધી રાત્રે લાગુ થયો છે. અત્યારે વિદેશથી આવતા મુસાફરો માટે આ ફોર્મ ભરવું જરૂરી હતું.
દેશમાં કોરોના વાયરસના સત્તાવાર આંકડા અનુસાર, 6,402 સક્રિય કેસ છે. એટલે કે કુલ સંક્રમણના 0.01 ટકા છે. જ્યારે રિકવરી રેટ વધીને 98.8 ટકા થયો છે.
કોરોના રસીકરણ પણ ફરજિયાત નથી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે સાંજે એક નોટિસ જાહેર કરીને કહ્યું કે, કોરોના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જરૂર જણાય તો નિયમોમાં સુધારો કરી શકાય છે. તેમજ, હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોનાની રસી લેવી પણ ફરજિયાત નથી.
ફોર્મમાં સંપૂર્ણ વિગતો આપવાની હતી
પ્લેનમાં માસ્ક ન પહેરવા પર છૂટ
થોડા દિવસો પહેલા જ સરકારે ફ્લાઈટમાં માસ્ક ન પહેરવાની પરવાનગી આપી હતી. સરકારે કહ્યું કે, કોરોનાના ખતરાને જોતા માસ્ક પહેરવું સુરક્ષાની દૃષ્ટિએ વધુ સારું રહેશે, પરંતુ જો કોઈ માસ્ક નહીં પહેરે તો તેને દંડ કરવામાં આવશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.