તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Death Toll Here Is Alarming, With 816 Deaths In 24 Hours; Even In Mumbai, The Death Rate Continues To Rise, Surpassing 5% In Some Smaller Districts

મહારાષ્ટ્રમાં 1 જૂન સુધી લંબાવાયું લોકડાઉન:અહીં મૃત્યુઆંક ચિંતાજનક, 24 કલાકમાં 816 લોકોના મોત; મુંબઈમાં પણ મૃત્યુ દર સતત વધી રહ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સરકારે 1 જૂનના રોજ સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. આ સાથે બહારના રાજ્યોથી આવતા તમામ લોકો માટે નેગેટિવ RT-PCR ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવા આદેશ અનુસાર, કોઈપણ માધ્યમ દ્વારા રાજ્યની સરહદમાં પ્રવેશતા દરેક વ્યક્તિને તેનો નેગેટિવ કોરોના રિપોર્ટ બતાવવો આવશ્યક છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં 816 દર્દીઓ મૃત્યુ પામ્યા અને 46,781 નવા દર્દીઓ મળી આવ્યા. રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસ વધીને 52.2 લાખ થઈ ગયા છે. મૃતકોનો કુલ આંકડો 78,007 પર પહોંચી ગયો છે.

મુંબઇમાં પણ મૃત્યુ આંકમાં વધારો થયો છે. બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કહેવામાં આવ્યું કે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધીમાં મુંબઈમાં મૃત્યુ દર (ડેથ રેટ) 0.6% હતો, જે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી વધીને 1.14% થયો છે. આ પછી 28 એપ્રિલથી 4 મે સુધીમાં 2.27% સુધી પહોંચ્યો છે. મંગળવારે થોડો ઘટાડો થયા પછી બુધવારે અહીં 66 લોકો મૃત્યુ પામ્યા હતા.

મંગળવારે અહીં 51 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જો કે, પહેલાથી મૃત્યુ પામેલા 50% દર્દીઓમાં કોરોના સિવાય કેટલાક રોગો હતા. મુંબઈમાં મૃત્યુઆંક વધીને 13,972 પર પહોંચી ગયો છે. જે રાજ્યના કુલ મૃત્યુઓમાં 18% છે. હજુ પણ 2,700 દર્દીઓ મુંબઇના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે.

છેલ્લા બે દિવસની તુલનામાં મુંબઇમાં પણ સંક્રમિત લોકોની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે. બુધવારે અહીં 2,104 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે સોમવારે અહીં 1,717 દર્દીઓ અને મંગળવારે 1,782 દર્દીઓ મળ્યા છે. આ સાથે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 6 લાખ 81 હજાર 233 પર પહોંચી ગઈ છે.

આ જિલ્લાઓમાં 5%ને પાર થયો મૃત્યુ દર
બુધવારે કેબિનેટની બેઠક દરમિયાન નંદુરબાર, નાંદેડ, લાતુર અને ઉસ્માનાબાદ જેવા નાના જિલ્લાઓમાં મૃત્યુદર વધવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નંદુરબાર અને નાંદેડમાં મૃત્યુ દર વધીને 5%થી વધુ થઈ ગયો છે, જ્યારે લાતુર અને ઉસ્માનાબાદમાં તે 2.3% થી વધુ છે. બીજી તરફ રાજ્યમાં રોજ ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં હવે 5.4 લાખ એક્ટિવ દર્દીઓ છે, જેમાંથી 36,595 દર્દીઓ મુંબઇના છે.

મુંબઈમાં એક વેક્સિનેશન સેન્ટર બહાર વેક્સિન લેવા માટે પહોંચેલ મહિલા.
મુંબઈમાં એક વેક્સિનેશન સેન્ટર બહાર વેક્સિન લેવા માટે પહોંચેલ મહિલા.

રાજ્યમાં સંક્રમિત દર્દીઓના આંકડા સંતોષકારક જણાતા નથી, તેથી બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં તમામ સભ્યોએ 31 મે સુધી લોકડાઉન વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે મુદ્દે લોકડાઉન વધારવાની સત્તાવાર જાહેરાત બુધવારે આપવામાં આવી હતી.

આ સાથે જ રાજ્યમાં વેક્સિનનો અભાવ હોવાનું જણાવી 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોનું વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. હવે તેમના માટે વેક્સિન હવે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. આરોગ્યમંત્રીએ કહ્યું કે 20 મે પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટે 1.5 કરોડ વેક્સિન આપવાનું વચન આપ્યું છે. જો તે ડોઝ મળી આવે તો વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવશે.

1 કરોડ વેક્સિન ખરીદશે BMC
કોવિડ-19ની વેક્સિનેશનની ગતિ વધારવા માટે BMCએ 1 કરોડ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ માટે BMCએ બુધવારે ગ્લોબલ એક્સપ્રેસન્સ ઓફ ઇન્ટરેસ્ટ (EOI) બહાર પાડ્યું છે. વેક્સિન ઉત્પાદક કંપનીઓ 18 મેના રોજ બપોરે 1 વાગ્યા સુધી અરજી કરી શકે છે.

મદદ કરનારાઓ માટે હોવા જોઈએ નોડલ અધિકારી: હાઇકોર્ટ
વેક્સિનેશન પ્રક્રિયા માટે દાખલ કરેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન, મુંબઈ હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે તે ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓનો સંપર્ક કરવા એક નોડલ અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ, જે લોકો સોશિયલ મીડિયા પર મદદ કરી રહ્યા છે. અરજદારના વકીલે કોર્ટને કહ્યું, લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓની મદદ માગી રહ્યા છે.

મુંબઈમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતા લોકો આ રીતે વેક્સિનેશનની લાઇનમાં ઉભા છે.
મુંબઈમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતા લોકો આ રીતે વેક્સિનેશનની લાઇનમાં ઉભા છે.

હાઇકોર્ટે સરકારને પૂછ્યું- બાળકો માટે શું કર્યું
​​​​​​​બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને કહ્યું હતું કે કોવિડ -19થી બાળકોને બચાવવા માટે લેવામાં આવતા પગલાઓ વિશે 19 મે સુધીમાં માહિતગાર કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે નિષ્ણાતો ચેતવણી આપતા કહ્યું છે કે મહામારીની ત્રીજી લહેર પણ આવી શકે છે જે બાળકો માટે સૌથી વધુ જોખમી હોઈ શકે છે, તે ધ્યાનમાં રાખીને અધિકારીઓએ અગાઉથી જ પગલા ભરવા જોઈએ અને રાજ્યના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું જોઈએ.

BMC તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અનિલ સખરેએ કોર્ટને જણાવ્યું હતું કે, એપ્રિલ 2021 સુધીમાં 10 વર્ષથી ઓછી વયના 10,000 બાળકો કોવિડ-19ની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી 17 લોકોનાં મોત નીપજ્યાં છે.