તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Death Of A Sick Woman Trapped In Traffic, The Police Commissioner Apologized; The Girl Was Killed By A CRPF Vehicle A Day Earlier

રાષ્ટ્રપતિના પ્રોટોકોલે 2 જીવ લીધા:ટ્રાફિકમાં ફસાયેલી બીમાર મહિલાનું મોત, પોલીસ કમિશ્નરે માફી માગી; એક દિવસ અગાઉ CRPFના વાહને બાળકીનો ભોગ લીધો હતો

કાનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે એટલે કે 25 જૂનની સાંજે રાષ્ટ્રપતિ વિશેષ ટ્રેનથી કાનપુર પહોંચ્યા હતા - Divya Bhaskar
શુક્રવારે એટલે કે 25 જૂનની સાંજે રાષ્ટ્રપતિ વિશેષ ટ્રેનથી કાનપુર પહોંચ્યા હતા
  • રાષ્ટ્રપતિની સ્પેશિયલ ટ્રેન પસાર થવાની હોવાથી તમામ માર્ગ બંધ કરવામાં આવ્યા હતા
  • ઘટનાની જાણ થતા રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે દુખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરના પ્રવાસ પર છે. આ દરમિયાન VVIP મૂવમેન્ટની સ્થિતિમાં 50 વર્ષની એક મહિલા વ્યાપારીનો જીવ ગયો છે. હકીકતમાં શુક્રવારે એટલે કે 25 જૂનના રોજ સાંજે રાષ્ટ્રપતિની વિશેષ ટ્રેન માટે રેલવે ક્રોસિંગ પર ગોવિંદનગરમાં ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.

આ સમય દરમિયાન પ્રાઈવેટ કારમાં હોસ્પિટલ જઈ રહેલી પોસ્ટ કોવિડ મહિલા દર્દી વંદના પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આશરે એક કલાક સુધી અટકી પડેલા ટ્રાફિકને સામાન્ય કરવામાં આશરે અડધો કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે વંદના હોસ્પિટલ પહોંચી ત્યા સુધીમાં ઘણુ મોડુ થઈ ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ઘરે જઈને પોલીસ કમિશ્નરે માફી માગી
વંદના મિશ્ર (50)નું ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી મોત થયાની માહિતી મળતા શનિવારે સવારે પોલીસ કમિશ્નર અસીમ અરુણ અને DCP રવીના ત્યાગીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમના ઘરે પહોંચેલા કમિશ્નરે પરિવારની માફી માગી હતી. કમિશ્નરે વંદનાના પતિ શરદ મિશ્રને કહ્યું કે આ ટ્રાફિક વ્યવસ્થાની ખામી છે, જેના માટે માફી માગુ છું. ટ્રાફિક જામમાં દર્દી ફસાયાની જાણ થઈ હોત તો તેમને અગાઉથી જ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હોત. વંદનાના અંતિમ સંસ્કાર સમયે પોલીસ કમિશ્નર-DCP ઉપરાંત DM અલોક તિવારી પણ ભૈરવઘાટ પહોંચ્યા હતા. આ ઘટનાને પગલે 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોસ્ટ કોવિડથી કરી રહી હતી સંઘર્ષ
વંદનાના પરિવારે જણાવ્યું કે આશરે બે મહિના અગાઉ કોરોનાથી સાજા થયા બાદ વંદનાની તબીયત સારી ન હતી. વજન ઘણો ઓછો થઈ જવાને લીધે તે સતત કમજોર રહેતી હતી. શુક્રવારે સવારે સ્થિતિ ખૂબ જ બગડી જતા એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
સાંજે ફરી વખત ઓચિંતા જ તબીયત બગડતા તે ઘરેથી નિકળી તો ગોવિંદ નગર રેલવે ફ્લાઈઓવર પર ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. રાષ્ટ્રપતિની સ્પેશિયલ ટ્રેન પસાર થવાની હોવાથી તમામ માર્ગ બંધ કરવામાં આવ્યા હતા.

50 વર્ષના વંદના ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (IIA)ના અધ્યક્ષ હતા
50 વર્ષના વંદના ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (IIA)ના અધ્યક્ષ હતા

IIA(મહિલા વિંગ)ની અધ્યક્ષ હતી વંદના
વંદના ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (IIA)ની અધ્યક્ષ હતી. તે સતત 7 વર્ષ સુધી IIA ચેપ્ટર કાનપુરની જનરલ સેક્રેટરી પણ રહી. પોતાના પરિશ્રમથી વંદનાએ ઘરેલુ કિચન મસાલાથી એક મોટી ફેક્ટરી ઉભી કરી હતી.

મહિલા વ્યાપારી મમતા શુક્લાએ જણાવ્યું કે સમાજ સેવાથી લઈ મહિલા ઉદ્યોગસાહિસકોને આગળ વધારવામાં સતત સક્રિય રહેતી હતી. મહિલા કલ્યાણ માટે તેણે જરૂરિયાતમંદ મહિલાઓને નોકરી આપવામાં હંમેશા અગ્રિમતા આપવાનું કામ કર્યું છે.

રાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ દુખ વ્યક્ત કર્યું
આ ઘટનાની જાણ થતા રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે દુખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિના પત્નીએ કમિશ્નરને આદેશ આપતા કહ્યું કે ફરી વખત આવી સ્થિતિ ન સર્જાય તેની કાળજી રાખવામાં આવે.

બાળકીના મોત બાદ પરિવારમાં સન્નાટો પ્રસરી ગયો હતો
બાળકીના મોત બાદ પરિવારમાં સન્નાટો પ્રસરી ગયો હતો

CRPF વાહને 3 વર્ષની બાળકીને ટક્કર મારી હતી
આ અગાઉ શુક્રવારે સવારે રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા માટે જઈ રહેલા CRPF વાહને ત્રણ વર્ષની બાળકીનો જીવ લીધો હતો. આ વાહને બાઈક સવારે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાળકી બાઈક પરથી પડીને વાહનના ટાયરમાં આવી ગઈ હતી. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી,જ્યાં તે મૃત જાહેર કરાઈ હતી.