જમ્મુમાં રોજૌરીના ડાંગરી ગામમાં સોમવારે સવારે IED બ્લાસ્ટ થયો. એક બાળકીનું મૃત્યુ થઇ ગયું. 5 ઘાયલ અને તેમાંથી એક હાલત ગંભીર છે. ધમાકો એ ઘરોમાંથી એકમાં થયો, જ્યાં રવિવાર સાંજે આતંકવાદીએ ફાયરિંગ ક્યું હતું. આ આતંકી હુમલામાં 4 હિંદુઓના જીવ ગયા અને 7 ઘાયલ થયા.
ADGP મુકેશસિંહે કહ્યું કે પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. NIAની ટીમ પણ અહીં તપાસ કરશે. એક IED મળ્યો હતો, તેને વિસ્તારમાથી હટાવી દીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આશંકા છે કે રવિવાર સાંજે ફાયરિંગ પછી જ આતંકવાદીએ ઘરમાં IED રાખ્યો હશે.
ડાંગરીમાં પ્રદર્શન પછી ધમાકો, અહીં કાલે આધારકાર્ડ જોઇ આતંકવાદીઓએ હત્યાઓ કરી
ડાંગરીમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેના ખત્મ થવાના કેટલાક સમય પછી એક ઘરમાં ધમાકો થયો અને દોડધામ મચી ગઇ. ત્યાર બાદ પોલીસે આખો વિસ્તાર સીલ કરી દીધો. લોકોએ બતાવ્યું કે રવિવાર સાંજે આતંકવાદીઓ આવ્યા અને લોકોને ઘરમાંથી બહાર નીકળ્યા. તેઓ દરેકનાં આધારકાર્ડ જોઇ રહ્યા હતા. ત્યાર બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલામાં સતીશકુમાર (45), પ્રીતમલાલ (56), શિવપાલ (32)નું મૃત્યુ થઇ ગયું. ચોથા મૃતકનું નામ જાણવા મળ્યું નથી.
બીજી ઘટનાઃ શ્રીનગરમાં CRPFના બંકર પર ગ્રેનેડથી હુમલો
શ્રીનગરમાં રવિવાર સાંજે આશરે 6 વાગે હવાલ ચોકમાં આતંકીઓએ CRPFના બંકર પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં જવાનોને તો કોઇ નુકસાન ન થયું, પરંતુ એક નાગરિક સમીર અહમત મલ્લા ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે અત્યારે તેની કોઇ તસવીર સામે આવી નથી.
પુલવામામાં જવાનની રાઇફલ છીનવી
રવિવાર સવારે પોણા બાર વાગે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રાજપોરા વિસ્તારમાં CRPFની જવાનની AK-47 રાઇફલ છીનવી લેવામાં આવી. રાઇફલ આંચકી લેનાર યુવક 25 વર્ષીય ઇરફાન બશીર ગની છે. સાંજ સુધી રાઇફલ આંચકી લેનાર યુવકને તેના પરિવારના લોકો થાણામાં લઇ ગયા અને હથિયાર પરત કર્યું. આની પહેલાં આતંકવાદીઓએ 183 બટાલિયનના એક જવાનની AK-47 રાઇફલ આંચકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.