• Gujarati News
  • National
  • The Body Of A 13 year old Girl Was Found In A Parked Car For 8 Months, The Girl's Father Had Been Missing For 3 Years

આસારામના આશ્રમમાં વધુ એક રહસ્ય:13 વર્ષની કિશોરીનો મૃતદેહ 8 મહિનાથી પડી રહેલી કારમાંથી મળ્યો, 3 દિવસથી ગુમ હતી છોકરી; તેના પિતા પણ 3 વર્ષથી ગુમ છે

ગોંડા4 મહિનો પહેલા
  • પોલીસે સમગ્ર આશ્રમને હાલ સીલ કરી દીધો છે
  • સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરાઈ

રેપના કેસમાં જેલમાં બંધ આસારામના ઉત્તરપ્રદેશના ગોંડા આશ્રમમાં કારની અંદરથી 13 વર્ષની કિશોરીનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી કિશોરી તેના ઘરેથી ગુમ હતી. આ આશ્રમ વિમૌર ગામમાં આવેલો છે. પોલીસે સમગ્ર આશ્રમને હાલ સીલ કરી દીધો છે.

આશ્રમના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે આ કાર લગભગ 8 મહિનાથી અહીં જ ઊભી છે. કારમાંથી અચાનક જ દુર્ગંધ આવતાં એને ખોલીને જોવામાં આવી તો એમાં છોકરીની લાશ દેખાઈ હતી. પછીથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરીને શબને બહાર કાઢીને કારને સીલ કરી દીધી. છોકરીની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર કેમિકલ નાખવામાં આવ્યું છે.

રેપના મામલામાં આસારામ જોધપુરની જેલમાં બંધ છે.
રેપના મામલામાં આસારામ જોધપુરની જેલમાં બંધ છે.

ઉલ્લેખનીય છે કે છોકરીના પિતા 3 વર્ષથી ગુમ છે. આજ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટના જમીન વિવાદને લઈને બની છે. છોકરીની માતાએ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે.

કિશોરીનું શબ મળ્યા પછી આશ્રમને પોલીસે સીલ કરી દીધો છે.
કિશોરીનું શબ મળ્યા પછી આશ્રમને પોલીસે સીલ કરી દીધો છે.

આસારામ જેલમાં બંધ છે
સગીર છોકરી સાથે રેપ કરવાના મામલામાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હાલ આસારામ જોધપુર જેલમાં બંધ છે. ઓગસ્ટ 2013માં રેપનો કેસ બહાર આવ્યો હતો. રેપ કેસમાં ચુકાદો આવતાં-આવતાં 5 વર્ષનો સમય લાગી ગયો હતો. આ દરમિયાન આસારામે ક્યારેક જામીન માટે અરજી કરી તો ક્યારેક છોકરીને સગીર માનવાનો ઈનકાર કર્યો હતો. જોકે પીડિતા અને તેના વકીલે હાર સ્વીકારી નહોતી.

અન્ય સમાચારો પણ છે...