તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Daughter In Law Was Murdered By Slitting Her Throat For The Son The Parents Were Looking For In Panipat.

હત્યા:નિકાહની તૈયારી કરતા પરિવારે જનાઝો ઉઠાવવો પડ્યો, માતા-પિતા જે દિકરા માટે વહુ શોધતા હતા તેની જ હત્યા કરાઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાનીપતના ચાંદની બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની તેના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે. યુવકના માતા-પિતા તેના નિકાહ માટે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં છોકરી જોવા ગયા હતા. યુવકે ફોન ના ઉપાડતાં માતા-પિતાએ પડોશમાં રહેતા તેના મિત્રને ફોન કર્યો હતો. તેણે ઘરમાં જઈને જોયું તો યુવકનો ખાટલામાં મૃતદેહ પડ્યો હતો. મિત્રએ આ વિશે મૃતકના ભાઈને માહિતી આપી હતી. પરિવારજનોએ હાલ કોઈના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ફરિયાદ કરી નથી.

ઘટનાની માહિતી આપતો ભાઈ
ઘટનાની માહિતી આપતો ભાઈ

મોહમ્મદ શૌકીને જણાવ્યું કે, 10 વર્ષ પહેલાં તેના મોટા ભાઈનું એક એક્સિડન્ટમાં મોત થવાના કારણે તેના ભાભી મુર્શિદા સાથે નિકાડ કરી લીધા હતા. ભાભાની પહેલેથી જ 6 બાળકો હતા અને તેના નિકાહ પછી બીજા 3 બાળકો થયા.

તે પરિવારની સાથે સનૌલી રોડ પર આવેલા વિદ્યાનન કોલોનીમાં ભાડે રહેતો હતો. તાજેતરમાં જ તેણે પ્લોટ ખરીદીને મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. તે અને તેની પત્ની તૌફિકના નિકાહ માટે સોમવારે ઉત્તરપ્રદેશના સહારનપુરના ગંગોહ ગામમાં છોકરી જોવા ગયા હતા. મકાનમાં કામ ચાલતું હોવાથી તૌફિક તે જ ઘરમાં રાતે ચોકમાં ખાટલામાં સૂતો હતો. મંગળવારે સવારે તેના મિત્ર કુર્બાને તેને ઘણી વાર ફોન કર્યા હતા. પરંતુ તૌફિકે એક પણ ફોનનો જવાબ ના આપતા તે તૌફિકના ઘરે ગયો હતો. ત્યારે તોફિક ખાટલામાં લોહીથી લથબથ પડ્યો હતો. કુર્બાને જ આ વિશે તેના પરિવારજનોને માહિતી આપી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

રોતા કકળતા પરિવારજનો
રોતા કકળતા પરિવારજનો

પડોશી યુવતી સાથે હતું પ્રેમ પ્રકરણ
કોલોનીના લોકોએ જણાવ્યું કે, યુવકનું પડોશમાં રહેતી યુવતી સાથે અફેર ચાલતુ હતું. બંને પરિવારો આ સંબંધ માટે રાજી નહતા. જોકે હજી યુવકના પરિવારજનોએ કોઈની ઉપર હત્યાનો આરોપ લગાવ્યો નથી.

ગળામાં પર બ્લેડ અને માથામાં ઈજાના નિશાન
યુવકના માથા પરથી ઈજાના નિશાન મળ્યા છે. આ સિવાય તેના ગળા ઉપરથી પણ બ્લેડના કટ માર્યા હોવાના નિશાન મળ્યા છે. લોહી વધારે વહી જવાના કારણે યુવકનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...