તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર તરફથી રાહત:કરદાતાઓ હવે 10 જાન્યુઆરી સુધી આઈટી રિટર્ન ફાઈલ કરી શકશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી આગળ વધારાઈ છે. હવે 10 જાન્યુઆરી 2021 સુધી આઈટીઆર ફાઈલ કરી શકાશે. અગાઉ છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. જો તમે 10 જાન્યુઆરી સુધી આઈટીઆર ફાઈલ નહીં કરો તો પછી દંડ ભરવો પડશે . નાણાકીય વર્ષ 2019-20(આકારણી વર્ષ 2020-21) માટે 10 જાન્યુઆરી 2021 સુધી આઈટીઆર દાખલ કરી શકાશે. આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું કે ‘વિવાદથી વિશ્વાસ’ યોજના હેઠળ ડિક્લેરેશન માટે છેલ્લી તારીખ આગળ વધારી 31 જાન્યુઆરી 2021 કરી દેવાઈ છે. કંપનીઓ માટે નાણાકીય વર્ષ (2019-20) માટે આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારી 15 ફેબ્રુઆરી 2021 કરી દેવાઈ છે.

આ સાથે સરકારે આ ત્રીજી વખત ITR ભરવાની મુદત લંબાવી છે. સૌ પ્રથમ વખત 31મી જુલાઈથી 30મી નવેમ્બર,2020ની સામાન્ય સમયસીમા, તથા ત્યારબાદ 31 ડિસેમ્બર,2020 તેમ જ હવે 10 જાન્યુઆરી,2021 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે અન્ય એવા કરદાતાઓ કે જેમના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી હોય છે (કંપનીના ભાગીદારો સહિત) અને/અથવા જેમને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોને લગતા અહેવાલ રજૂ કરવાની જરૂર હોય છે તેમના માટે સમયસીમા 15 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે વેરાને લગતા ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની તારીખ પણ 31 ડિસેમ્બર,2020થી લંબાવી 15 જાન્યુઆરી, 2021 કરવાની જાહેરાત કરી છે. ''વિવાદ સે વિશ્વાસ સ્કીમ'' ની સમયસીમા પણ 31 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

કોરોના વાઈરસની મહામારીને લીધે સરકાર ITR માટેની સમય મર્યાદા સતત લંબાવવામાં આવી રહી છે. આ અગાઉ દેશમાંથી કેટલાક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેક્ટિશનર સોસાયટીઝ દ્વારા સરકારને ITR માટેની સમય સીમા લંબાવવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો