તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The CWC Meeting Discussed The Election Of The President; But Gehlot, Azad And Anand Sharma Said It Is Not Needed Because Of Corona

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મુલતવી:કોરોનાને કારણે લેવામાં આવ્યો નિર્ણય; છેલ્લી CWCની બેઠકમાં 23 જૂને ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનિયા ગાંધીએ કહ્યું કે હું એક ગ્રુપ બનાવવા માંગુ છું, જે વિધાનસભાની ચૂંટણીમાં હારના દરેક પાસા પર વિચાર કરશે. - Divya Bhaskar
સોનિયા ગાંધીએ કહ્યું કે હું એક ગ્રુપ બનાવવા માંગુ છું, જે વિધાનસભાની ચૂંટણીમાં હારના દરેક પાસા પર વિચાર કરશે.
  • સોમવારે મળેલી CWCની બેઠકમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. CWCએ કોરોનાની બીજી લહેરને કારણે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વનિર્ધારિત ડેડલાઇનઅનુસાર, બેઠકમાં 23 જૂને ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો, પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કોરોનાની ભયાનક પરિસ્થિતિને ટાંકીને કહ્યું હતું કે આ સમયે આવી સ્થિતિમાં ચૂંટણી યોજવી યોગ્ય રહેશે નહીં. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા જેવા નેતાઓએ પણ ગેહલોતનું સમર્થન કર્યું હતુ.

આ પહેલા જાન્યુઆરીમાં પાર્ટીએ નિર્ણય લીધો હતો કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ જૂનના અંત સુધીમાં પાર્ટીને નવું અધ્યક્ષ મળી જશે. જો કે, મુલતવી રાખ્યા બાદ હવે ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી કરવામાં એકમત જણાઈ રહી નથી. સોમવારે મળેલી CWCની બેઠકમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા જેવા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણીનો વિરોધ કર્યો હતો. આ નેતાઓએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ચૂંટણી યોજવાની કોઈ જરૂર નથી.

ચૂંટણીમાં હાર અંગે સોનિયાએ કહ્યું- સત્યનો સામનો કરવો પડશે
બેઠકમાં 4 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી હતી. વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ હાર તરફ ધ્યાન આપવું પડશે. જો સત્યથી મોઢું ફેરવી લઈશું તો સાચી શીખ મળશે નહીં. તેમણે કહ્યું કે હું એક ગ્રુપ રચવા માંગુ છું, જે આ હારના દરેક પાસા પર વિચાર કરશે. આપણે સમજવું પડશે કે આપણે કેરળ અને આસામમાં કેમ હારી ગયા. બંગાળમાં પણ અમને કંઈપણ મળ્યું નહીં. આ કડવો અધ્યાય છે, પરંતુ અમે સત્યનો સામનો કરીશું, સાચા તથ્યોને ઓળખીશું નહીં તો યોગ્ય લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીશું નહીં.

સોનિયા મોદી સરકાર ઉપર પણ નારાજ થયા
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મહામારી વધુ ખરાબ થઈ રહી છે અને સરકાર સતત નિષ્ફળ રહી છે. મોદી સરકારની અવગણનાનો ભોગ જનતા બની રહી છે. મોદી સરકારે વૈજ્ઞાનિકોની સલાહને અવગણી છે. સરકારે તેના ફાયદા માટે સતત સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સને મંજૂરી આપી છે.

2019માં રાહુલે રાજીનામું આપ્યું, સોનિયા કાર્યકારી અધ્યક્ષ બન્યા
અગાઉ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી, સોનિયા ગાંધીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરીથી પાર્ટીની કમાન સંભાળી હતી. ત્યારબાદથી, કોંગ્રેસના નેતાઓનું એક જૂથ પૂર્ણ સમય અને સક્રિય અધ્યક્ષની પસંદગીની માંગ કરી રહ્યું છે. આ સાથે જ ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.

કોંગ્રેસ કેવી રીતે કાર્ય કરે છે તેના પર પ્રશ્નો ઉભા થયા હતા
​​​​​​​ગયા વર્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પક્ષના કામકાજની રીત અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાઇવ સ્ટાર કલ્ચરથી ચૂંટણી જીતી શકાતી નથી. આજે નેતાઓ સાથે તે એક સમસ્યા છે કે જો તેમને ટિકિટ મળે તો તેઓ પહેલા ફાઇવ સ્ટાર હોટલ બુક કરે છે. જો રસ્તો ખરાબ છે તો તેઓ તેના પર આગળ વધશે નહીં.

આઝાદે કહ્યું કે જ્યાં સુધી આ કલ્ચરનો ત્યાગ ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી જીતી શકાશે નહીં. છેલ્લા 72 વર્ષમાં કોંગ્રેસ સૌથી નીચલા સ્તરે છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી.

કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો
જ્યારે, પાર્ટીથી નારાજ 23 નેતાઓએ પણ સોનિયા ગાંધીને આ મુદ્દે પત્ર લખ્યો હતો. જેમાં કપિલ સિબ્બલની સાથે ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા. પત્રમાં ઉપરથી નીચે તરફ પાર્ટીનો ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. આ પત્રમાં નેતાઓએ સોનિયા ગાંધી પાસે આવા ફૂલ ટાઈમ લીડરશીપની માંગ કરી હતી, જેઓ આ ક્ષેત્રમાં સક્રિય રહે અને તેની અસર પણ દેખાય.

​​​​​​​