તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Customs Inspector Proposed To The Wife From The KBC Hot Seat Saying I LOVE YOU; This Story Is Interesting

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

KBCમાં ગોરખપુરનો લાલ:કસ્ટમ ઈન્સ્પેક્ટરે હોટ સીટ પરથી પત્નીને I LOVE YOU કહીને કર્યુ પ્રપોઝ; રસપ્રદ છે આ કહાની

ગોરખપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્સ્પેક્ટર જ્વાલા જીત સિંહના ગોરખપુર સ્થિત ઘરે અભિનંદન આપનારાઓની ભીડ લાગે છે. તેમણે જિલ્લાનું નામ રોશન કર્યુ. - Divya Bhaskar
ઈન્સ્પેક્ટર જ્વાલા જીત સિંહના ગોરખપુર સ્થિત ઘરે અભિનંદન આપનારાઓની ભીડ લાગે છે. તેમણે જિલ્લાનું નામ રોશન કર્યુ.
  • ગોરખપુરના રહેવાસી જ્વાલા જીત સિંહ હાલમાં નાસિકના કસ્ટમ વિભાગમાં નિયુક્ત છે
  • 3 લાખ રૂપિયા જીતી ચૂક્યા છે જ્વાલા, મંગળવારે રાત્રે થયું હતું પ્રસારણ, આજે કાર્યક્રમમાં આગળ રમશે

ચર્ચિત કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ (KBC)માં હોટ સીટ પર પહોંચનારા જ્વાલા જીત સિંહે ગોરખપુરના લોકોનું દિલ જીતી લીધું છે. તેઓ નાસિકમાં કસ્ટમમાં ઈન્સ્પેક્ટરના પદ પર તહેનાત છે. મંગળવારે રાત્રે તેમના શોનું પ્રસારણ થયું હતું, તેઓ ત્રણ લાખ રૂપિયા જીતી ચૂક્યા છે. હવે બુધવારે તેઓ આગળની રમત જારી રાખશે.

હાલમાં જ્વાલા જીત સિંહ ગોરખપુરમાં પોતાના ઘરે છે. દિવાળીની રજાઓ માટે અહીં આવ્યા છે અને તેમના ઘરે અભિનંદન આપનારાઓની ભીડ જામે છે. તેમણે હોટ સીટ પરથી પત્નીને પહેલીવાર I LOVE YOU કહીને પ્રપોઝ કર્યુ તો ભારે ચર્ચા થઈ. પરંતુ તેમણે આ રીતે પત્નીને પ્રપોઝ કેમ કર્યુ તેની પણ એક રસપ્રદ કહાની છે.

મૂળ લાર, દેવરિયાના રહેવાસી જ્વાલા જીત સિંહના પિતા સુનીલકુમાર સિંહ તેમની આ ઉપલબ્ધિ પર ખૂબ આશા છે.
મૂળ લાર, દેવરિયાના રહેવાસી જ્વાલા જીત સિંહના પિતા સુનીલકુમાર સિંહ તેમની આ ઉપલબ્ધિ પર ખૂબ આશા છે.

9 વર્ષ અગાઉ થયા હતા લગ્ન, તેના પહેલા મળી હતી નોકરી
ગોરખપુરમાં બિછિયાના સિંહાસનપુરના રહેવાસી જ્વાલા જીત સિંહના પિતા સુનીલકુમાર સિંહ 26મી વાહિની પીએસીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત રહ્યા છે. તેમના માતા ઈન્દુદેવી ગૃહિણી છે. તેઓ બે બહેનોના એકમાત્ર ભાઈ છે. 2011માં તેમના લગ્ન નીલુ સિંહ સાથે થયા. એ અગાઉ 2009માં તેમને નાસિકમાં કસ્ટમ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે પોસ્ટિંગ મળી ચૂક્યું હતું.

અમિતાભજીએ સહજ બનાવ્યો, તેથી પત્નીને પ્રપોઝ કરી શક્યો
જ્વાલા જીત સિંહે જણાવ્યું કે એ સીટ સુધી પહોંચવું ઘણી મોટી વાત છે. ત્યાં પહોંચ્યા પછી એક ડર રહે છે કે સવાલ ખબર નહીં કેવા આવશે? પરંતુ, અમિતાભજી એટલા સહજ અને સરળ છે કે તેમની સાથે વાત કરવાથી મનનો ડર ખતમ થઈ ગયો. તેમના કહેવાથી સહજ થયો અને હોટ સીટ પરથી પત્નીને આઈ લવ યુ કહી શક્યો.

જ્યારે, નીલુ કહે છે કે કેબીસીના મંચ સુધી તેમના પતિ પહોંચ્યા એ એક સપના જેવું છે. તેમણે પતિએ આજ સુધી પ્રપોઝ નહીં કર્યુ હોવાની વાત અમિતાભજીને કહી તો અમિતાભજીએ તેમની પાસે પ્રપોઝ કરાવી દીધું. એ ક્ષણ હંમેશા યાદ રહેશે.

હાલના દિવસોમાં જ્વાલા જીત સિંહ ગોરખપુરમાં પોતાના ઘરે છે. તેઓ દિવાળીની રજાઓમાં અહીં આવ્યા છે.
હાલના દિવસોમાં જ્વાલા જીત સિંહ ગોરખપુરમાં પોતાના ઘરે છે. તેઓ દિવાળીની રજાઓમાં અહીં આવ્યા છે.

કંઈક અલગ કરવાની ધૂને હોટ સીટ સુધી પહોંચાડ્યો
લાર, દેવરિયાના મૂળ રહેવાસી જ્વાલા જીત સિંહના પિતા તેમની આ ઉપલબ્ધિ પર ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે જ્વાલાને કેબીસીના મંચ પર જોઈને ખૂબ આનંદ થયો છે. તેમણે કહ્યું કે જ્વાલા શરૂઆતથી જ હોંશિયાર રહ્યો છે. તે હંમેશા કહેતો કે કંઈક અલગ કરવું છે. તેમણે કહ્યું કે સદીના મહાનાયક સામે બેસવું એ જ મોટી વાત છે. આજે તેણે દુનિયા સામે નામના મેળવી છે. તેને આ ઉપલબ્ધિ મળી અને ગોરખપુરનું નામ રોશન કર્યુ તેનાથી મોટી વાત કઈ હોઈ શકે?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો