• Gujarati News
  • National
  • The Current Judge Of The Supreme Court Was Not Even Born, The Previous Cases Are Still Pending!

70 વર્ષથી તારીખ પે તારીખ, પણ ન્યાય નહીં:સુપ્રીમના વર્તમાન જજનો જન્મ પણ નહોતો થયો, એ પહેલાંના કેસ હજી સુધી પેન્ડિંગ!

એક મહિનો પહેલા

2022ના છેલ્લા દિવસે દેશના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ ચંદ્રચૂડે આંધ્રપ્રદેશમાં કહ્યું હતું - દેશની જ્યુડિશિયલ સિસ્ટમની તારીખ પે તારીખવાળી છાપ બદલવાની જરૂર છે. CJIની આ કોમેન્ટનું કારણ છે- દેશની અદાલતોમાં કરોડો પેન્ડિંગ કેસ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ દેશનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ 69 વર્ષ જૂનો છે. આ કેસ 18 મે, 1953ના દિવસે મહારાષ્ટ્રના રાયગઢમાં નોંધાયો હતો. એવી જ રીતે કેટલાય સિવિલ અને ક્રિમિનલ કેસ ત્યારે દાખલ થયા કરાયા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટના વર્તમાન 27 જજમાંથી કોઈનો જન્મ પણ નહોતો થયો. અત્યારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ દિનેશ માહેશ્વરી સૌથી સિનિયર છે. તેનો જન્મ 15 મે, 1958ના દિવસે થયો હતો. એટલે સૌથી સિનિયર જજનો જન્મ પણ કેસ દાખલ થયાના પાંચ વર્ષ પછી થયો હતો.

નીચે આપેલા ચાર કેસોથી દેશની નીચલી કોર્ટમાં પેન્ડિંગ કેસની હાલત કેટલી ખરાબ છે તે જાણી શકાય છે....
1. દેશનો સૌથી જૂનો કેસ હજી પણ પેન્ડિંગ

મહારાષ્ટ્રના રાયગઢમાં પોલીસે 18 મે 1953ના દિવસે નશીલો પદાર્થ રાખવાના મામલે કેસ દર્જ કર્યો હતો. મહારાષ્ટ્ર નિષેધ અધિનિયમ 1949ના કલમ 65-E હેઠળ એ જ વર્ષમાં રાયગઢના ફર્સ્ટ ક્લાસ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ કેસમાં દોષિત ઠરે તો ત્રણ વર્ષની જેલ અને 25 હજાર દંડથી લઈ પાંચ વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઈ છે. નેશનલ જ્યૂડિશિયલ ડેટા ગ્રિડના આંકડાથી ખબર પડે છે કે આ કેસ 9 ફેબ્રુઆરી 2023એ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ રેકોર્ડમાં એ ઉલ્લેખ નથી કે 69 વર્ષ જૂના આ કેસના આરોપી જીવે છે કે નહીં. આરોપી જીવિત હશે તો પણ વયોવૃદ્ધ હશે.

2. ચોરીનો એક કેસ 66 વર્ષથી કોર્ટમાં ચાલે છે
મહારાષ્ટ્રના રાયગઢમાં જ 25 મે 1956એ એક ચોરીનો કેસ નોંધાયો. તેમાં માલિકની સંપત્તિ ચોરી કરવાના ગુનામાં કલમ 381 અંતર્ગત ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં દોષિત સાબિત થવા પર સાત વર્ષની જેલ સજા થઈ શકે છે. આ કેસ હજી પણ ફર્સ્ટ ક્લાસ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલે છે.

3. 70 વર્ષમાં પણ મિલકત વિવાદ કેસનો ફેસલો થયો નથી

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 3 એપ્રિલ, 1952ના રોજ દાખલ કરાયેલા મિલકત વિવાદના ફોજદારી કેસોનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. પારિવારિક સંપત્તિના વિભાજનનો આ કેસ માલદાની સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. કેસના 66 વર્ષ પછી 2018 માં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે કેસના ફરિયાદી નંબર 4નું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જજે તેની પત્ની અને ત્રણ બાળકોને પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો. ત્યારપછી આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી.

4. 70 વર્ષથી સિવિલ કેસમાં ચુકાદાની રાહ
દેશનો બીજો સૌથી જૂનો સિવિલ કેસ પણ માલદાની સિવિલ કોર્ટમાં છે. આ મામલામાં 18 જુલાઈ 1952ના રોજ પાર્વતી રોયે બિપ્રચરણ સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 2018માં સમાધાનનો પ્રયાસ થયો હતો. ત્યારથી, આ કેસ તેના પરિણામની રાહ જોવામાં સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે.

દેશભરની ટ્રાયલ કોર્ટમાં 4.34 કરોડ કેસ પેન્ડિંગ
તમામ રાજ્યોની નીચલી અદાલતોમાં કુલ 4.34 કરોડ કેસ પેન્ડિંગ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 1.09 કરોડ કેસ પેન્ડિંગ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 49.34 લાખ કેસ પેન્ડિંગ છે. આંકડા દર્શાવે છે કે નીચલી અદાલતોમાં પેન્ડિંગ 70 હજાર 587 ફોજદારી કેસ 30 વર્ષથી વધુ જૂના છે. ત્યાં 36 હજાર 223 સિવિલ કેસ 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. નીચલી અદાલતોમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી પડતર કેસોની સંખ્યા સાડા ત્રણ કરોડની આસપાસ છે.

છેલ્લા 10 વર્ષમાં 46 લાખ પેન્ડિંગ કેસ વધ્યા
કાયદા પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં જિલ્લા સ્તરે પેન્ડિંગ સિવિલ અને ફોજદારી કેસોની સંખ્યા 34 લાખથી વધુ અને હાઈકોર્ટમાં 12.5 લાખથી વધુ છે. સુપ્રીમ કોર્ટમાં કુલ 11,000 કેસ પેન્ડિંગ છે.

ભારતમાં જ્યૂડિશિયરી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે નીચેના ગ્રાફિકથી સમજો...

ગયા વર્ષે 1.76 કરોડ કેસમાં નિર્ણય
કાયદા મંત્રીએ એ પણ માહિતી આપી કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022ના સમયગાળામાં દેશભરની નીચલી અદાલતોએ 1.76 કરોડથી વધુ કેસોનો નિકાલ કર્યો છે. હાઈકોર્ટે લગભગ 15 લાખ કેસોનો નિકાલ કર્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2022 સુધી 29,000 થી વધુ કેસોનો નિકાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...