કપડાં ફાડીને યુવકને માર્યો, વાળ કાપ્યા:રાજસ્થાનમાં અફેરના શકમાં તાલિબાની સજા, ટોળાએ બાઇકને સળગાવી; VIDEO

જેસલમેર22 દિવસ પહેલા

રાજસ્થાનના લવ-અફેરના શકમાં જેસલમેરમાં લોકોએ કપડાં ઉતારીને એક યુવકને ખરાબ રીતે માર્યો છે. તેના વાળ પણ કાપી નાખ્યા છે અને તેની બાઈક પણ સળગાવી દીધી છે. આ તાલિબાની સજાનો વીડિયો પણ બહાર આવ્યો છે. એ પછીથી પોલીસ એક્શનમાં આવી છે. જોકે બંને પક્ષમાંથી કોઈ એકે પણ હજી કેસ નોંધાવ્યો નથી.

વીડિયો 2-3 દિવસ જૂનો છે. ઘટનાસ્થળે ઊભેલી ટીમ ઊભી-ઊભી તમાશો જોતી જોવા મળી હતી. કોઈ પણ યુવકે બચાવમાં અવાજ ઉઠાવ્યો નહોતો. પીડિત યુવક મુખ્તાર ખાન એક બાઈક સ્ટંટર છે. તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે કોઈ યુવતીને મળવા માટે આવતો હતો. ગામના લોકો ઘણા દિવસોથી યુવકની રેકી કરી રહ્યા હતા.

મામલો જિલ્લાના મોહનગઢ ગામથી 5 કિલોમીટર દૂર આવેલા હમીરનાડા ગામનો છે. એમ કહેવાઈ રહ્યું છે કે 20 JJW મોહનગઢ નિવાસી યુવક મુખ્તયાર ખાનનું હમીરનાડાની એક સગીરા સાથે અફેર ચાલી રહ્યું છે. બંને એક વર્ષથી એકબીજાને સતત મળતાં હતાં. ગામના યુવકોને ખ્યાલ આવ્યો તો તેની રેકી કરવાનું શરૂ કરી દીધું. ઘટનાના દિવસે છોકરો દિવસમાં બે વખત છોકરીને મળવા આવ્યો. આ દરમિયાન 15થી વધુ યુવકોએ તેને બાઈક પર જતો પકડ્યો હતો.

આ લોકોએ મુખ્તારનાં કપડાં ફાડી નાખ્યા, તેના માથાના વાળા કાપી નાખ્યા અને તેને ખરાબ રીતે માર્યો. આ તમામ તમાશાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો. એમ કહેવાઈ રહ્યું છે કે મુખ્તારના લગ્ન થઈ ગયા છે.

યુવકે માફી માગી
મારપીટ કરનારાઓમાંથી જ કોઈએ યુવકના ઘરે ફોન કરીને માહિતી આપી. એ પછીથી ઘરના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરાને છોડાવ્યો. ઘટનાસ્થળે જ સામાધાન થયું હોવાની વાત બહાર આવી હતી. યુવકે માફી માગીને વીડિયો અપલોડ ન કરવા માટે કહ્યું હતું. જોકે વીડિયોને સોશિયલ સાઈટ પર અપલોડ કરવામાં આવ્યો.

પોલીસે કહ્યું- ફરિયાદ નોંધાશે તો કાર્યવાહી કરીશું
વીડિયો બહાર આવ્યા પછી મોહનગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભવાની સિંહનું કહેવું છે કે આવી ઘટના બની છે, જોકે કોઈપણ પક્ષે આ અંગે કોઈ જ ફરિયાદ કરી નથી. જો ફરિયાદ થશે તો આરોપી પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...