તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન:મગરે ધીરજતાથી નદી કિનારે ઊભેલાં કૂતરાનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

4 મહિનો પહેલા

કૂતરાંના શિકારનો આ વીડિયો રાજસ્થાનથી સામે આવ્યો છે. અહીં ચંબલ નદીના રાવતભાટામાં મગરે ખૂબ જ ધીરજતાથી સફળતાપૂર્વક શિકાર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કૂતરું નદીના કિનારે આવે છે અને ત્યાં કંઈક શોધે છે. આ દરમિયાન પાણીમાં રહેલી મગર ધીરે-ધીરે કૂતરા તરફ આગળ વધે છે. હંમેશાં સચેત રહેતાં કૂતરાને તે વાતનો જરા પણ અંદાજો નથી થતો કે, હમણાં મગર તેનો શિકાર કરવા નજીક આવે છે. આ પછી કૂતરો કિનારે પડેલી એક બોટ પાસે આવે છે અને મગર તરાપ મારી કૂતરાને તેના જડબામાં પકડી લે છે. મગરના જડબામાં કૂતરું તરફડિયા મારે છે, પણ મગરના જડબામાં આવેલો શિકાર ક્યારેય બચી શકતો નથી, એમ કૂતરું પણ બચ્યું નહીં.

અન્ય સમાચારો પણ છે...