પ્રયાસ:નૌકાસફર અને ફૂડ બિઝનેસથી મહિલાઓનું સંકટ દૂર થયું

વેંગુર્લા (મહારાષ્ટ્ર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રવાસીઓને બોટમાં સફારી માટે લઈ જતી સ્વામિની સમૂહની સભ્ય... - Divya Bhaskar
પ્રવાસીઓને બોટમાં સફારી માટે લઈ જતી સ્વામિની સમૂહની સભ્ય...

ઉનાળાની ધોમધખતી બપોરે પોતાની સાડીને સારી રીતે લપેટીને શ્વેતા હુલે મેન્ગ્રૂવમાં ઉગેલા નીંદણમાંથી કેટલાક પાન કાઢે છે અને તેને પાસે રાખેલી ગળણીમાં નાખે છે. આ પાનના ભજીયાં બનશે. મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગના દરિયાકાંઠે વસેલા શહેર વેંગુર્લામાં હુલે રેસ્ટોરાંમાં આ અનોખી ડિશ પીરસાશે. સ્થાનિકો તેને ગોલ ભાજી કહે છે. ગુલાબી ફૂલોની સાથે ઉગનારો આ છોડ આપને નીંદણ લાગી શકે છે પરંતુ આ વિસ્તારની રસોઈમાં તેનો ઉપયોગ ખૂબ જ થાય છે.

આ નીંદણની કાપણીથી મેન્ગ્રૂવ જંગલોને સુરક્ષિત રાખવામાં મદદ પણ મળે છે. આ કામમાં શ્વેતાનો સાથ આપનારી વધુ નવ મહિલાઓ છે. તેમના સ્વ-સહાયતા સમૂહની નામ સ્વામિની છે. શ્વેતા તેની પ્રમુખ છે. આ સમૂહને માંડવી ટૂરિઝમ શરૂ કરવાનો શ્રેય જાય છે. સમૂહે માંડવી ક્રીકમાં સફારી શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. તેના માધ્યમથી તેઓ પોતાના સમુદાયના ઈતિહાસને પણ શોધી રહી હતી. આ પ્રક્રિયામાં ક્ષેત્રના જંગલી છોડોનું મહત્ત્વ પણ જાણવા મળ્યું. તો તેઓએ તેનો ફાયદો બાકી દુનિયા સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો. જોકે વેંગુર્લા પોતાના સુંદર દરિયાકાંઠા અને સી-ફૂડ માટે જાણીતું છે. પરંતુ જળવાયુ સંકટને કારણે મત્સ્યપાલન પર નિર્ભર રહેનારા આ ક્ષેત્રમાં આજીવિકા સંબંધી મુશ્કેલી ઊભી થઈ ગઈ. તેથી આવકના નવા સ્ત્રોત શોધવા પડ્યા.

બોટ સફારી તેનો જ હિસ્સો છે. તેનાથી મહિલાઓએ પોતાના પરિવારોને સંકટમાંથી ઉગાર્યા. સ્વામિની સમૂહની આ મહિલાઓ જૈવ વિવિધતા, પક્ષી અને સમુદ્રી જીવનની સાથોસાથ મેન્ગ્રૂવ સંરક્ષણ વિશે પણ જરૂરી જાણકારીઓ જાણવાના પ્રયાસમાં લાગેલી છે, જેથી તેઓ ગાઇડ તરીકે કામ કરી શકે. પ્રયાસોને જોતાં યુએને પણ તેમને નાણાકીય મદદ આપી છે.

પતિ સાથે બોટ ચલાવતા શીખી: શ્વેતા માટે પડકારો ઓછા નહોતા. તેઓએ જણાવ્યું કે પતિ સતીશ પાસેથી બોટ ચલાવતા શીખી તો સફારી શરૂ થઈ. હવે હું પર્યટકોને એક કલાક મેન્ગ્રૂવની યાદગાર સફર કરાવું છું. ત્યારબાદ પર્યટકોને સ્થાનિક મસાલેદાર નારિયળ કરીની સાથે જાતે ઉગાડેલા જંગલી શાકભાજીથી તૈયાર કરેલું ભોજન ખવડાવું છું. આ અનુભવ તેમના માટે યાદગાર બની જાય છે. શ્વેતાને જંગલી પત્તાઓથી બનતાં વ્યંજનોની જાણકારી નહોતી, પરંતુ તેમની માતાને મહેમાનગતિમાં તેનાથી બનેલા પકવાન પીરસતા જોઈ તો ખૂબીઓ જોઈને તેઓ ચકિત રહી ગયાં.

ત્યારબાદ તો તેઓએ આ જંગલી ભાજીઓની સાથે અનેક પ્રકારના પ્રયોગ કર્યા. તેઓએ આ સ્પંજી પત્તાઓ સાથે કાબુલી ચણાના લોટનો ઉપયોગ કરી ભજીયા તૈયાર કર્યા. વેંગુર્લા વેજિટેબલ ફેસ્ટમાં આ ડિશને ખૂબ પસંદ કરવામાં આવી. હવે તેઓ તેમાંથી અથાણું બનાવવાનો પ્રયાસમાં લાગ્યાં છે. પર્યટકોને હરવા-ફરવાની સાથે અલગ રીતનું ભોજન ખાસ પસંદ આવે છે. શ્વેતા કહે છે, મહેમાનો દ્વારા ભોજન લીધા બાદની સંતુષ્ટિ જ અમારી સાચી કમાણી છે. થોડા દિવસ પહેલા અમારી પાસે લંડનથી મહેમાન આવ્યા હતા. જેઓ ભોજનથી એટલા ખુશ થયા કે તેઓએ રેસિપી પણ જાણી લીધી અને અમારી પાસેથી તેના મસાલા પણ ખરીદ્યા. આવા લોકો અમારા વેપારને વધારવામાં મદદ કરે છે. તેનાથી વિશેષ અમને શું જોઈએ…

અન્ય સમાચારો પણ છે...