તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણતા:મુંબઈમાં મરણાંક કાબૂમાં નહીં આવતાં સ્મશાનો દિવસરાત વ્યસ્ત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં કોરોનાની બીજી લહેરને રોકવામાં મહાપાલિકા પ્રશાસન ઘણા ખરા અંશે કામિયાબ નીવડી છે, પરંતુ મરણાંક કાબૂમાં આવતો નહીં હોવાથી મુંબઈમાં સ્મશાનો દિવસરાત વ્યસ્ત છે. તેમાં કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી છે, જ્યારે લાવારિસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરનારા પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

આજ સુધી 4000થી વધુ લાવારિસ મૃતદેહોના સ્વખર્ચે અંતિમસંસ્કાર કરનારા મહાલક્ષ્મી સ્થિત સેવાભાવી કિશોરભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે મોટા ભાગનાં સ્મશાનો ફુલ છે. તેમાંય કોરોનાથી મૃત્યુ પામેલા ઘણા લોકોના મૃતદેહનો કબજો લેવા માટે પરિવારજનો આવતા નથી.

મારી પાસે લગભગ રોજેરોજ આવા મૃતદેહ આવી રહ્યા છે. હાલમાં ચાર મૃતદેહ આવ્યા હતા, જેના અંતિમસંસ્કાર ભોઈવાડામાં કર્યા, જ્યારે એક મુસ્લિમ બાળકની દફનવિધિ કરાવી હતી. બીજા દિવસે સાયનમાં ચાર મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હતા. સ્મશાનો ફુલ હોવાથી જમીન પર ચિતા બનાવીને એકની બાજુમાં એક ચાર મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો.

મુંબઈમાં 54 સ્મશાન છે અને 11 ઈલેક્ટ્રિક છે. ઘણાં બધાં સ્મશાનમાં તો 5થી 6 કલાક રાહ જોવી પડે છે. કોવિડ સાથોસાથ અન્ય બીમારીઓ કે કુદરતી રીતે મૃત્યુ પામનારા પણ હોવાથી લાઈન લાગી જાય છે. હાલમાં કોવિડના મૃતદેહ મોટે ભાગે ઈલેક્ટ્રિકમાં બાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...