જોશીમઠમાં 2 લક્ઝરી હોટલ તોડી પડાશે:678 ઇમારતો અસુરક્ષિત, સુપ્રીમનો તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર, કહ્યું- દરેક વાત અમારી પાસે લાવવી જરૂરી નથી

દેહરાદૂનએક મહિનો પહેલા

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમે અહીં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા બાદ એને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

SDRFએ બે હોટલને તોડી પાડવાનો એક્શન પ્લાન જણાવ્યો હતો
બે હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂ તોડી પાડવામાં આવશે. SDRFના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું હતું કે આજે ટીમે હોટલ મલારી ઇનને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. પહેલા ઉપરનો ભાગ તોટી નાખવામાં આવશે. બંને હોટલ એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેમની આસપાસ ઘરો છે, તેથી એને તોડી પાડવી જરૂરી છે. જો હોટલ વધુ ધસી પડશે તો એ પડી જશે. SDRF તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ફોટો હોટલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂનો છે, જેની ઇમારતો એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે.
ફોટો હોટલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂનો છે, જેની ઇમારતો એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો
સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોશીમઠ મામલે કેસની સુનાવણી 16 જાન્યુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસની સુનાવણી ઝડપથી થઈ શકતી નથી. આ બાબતો માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે.

હોટલ તોડી પાડવાની નોટિસ મળી નથી- હોટલમાલિક
હોટલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાનું કહેવું છે કે તેમને વહીવટીતંત્ર તરફથી કોઈ નોટિસ મળી નથી. હું લોકોના હિતમાં પોતાની હોટલ તોડી પાડવાના સરકારના નિર્ણયની સાથે છું, પરંતુ મને એ પહેલાં નોટિસ મળવી જોઈતી હતી. હોટલનું મૂલ્યાંકન કરવું જોઈએ.

હોટેલ મલારી ઇન 2011માં બનાવવામાં આવી હતી
હોટેલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાએ જણાવ્યું કે તે 2011માં બનાવવામાં આવી હતી. આ દરમિયાન નકશો પણ પાસ કરવામાં આવ્યો હતો. હોટેલ માલિક દાવો કરે છે કે આજ સુધી 2011-2022 સુધી કોઈએ કહ્યું નથી કે આ જમીન આપત્તિગ્રસ્ત વિસ્તારમાં છે. માલિકના જણાવ્યા અનુસાર હોટલ જોશીમઠ નગરપાલિકાની પરવાનગીથી બનાવવામાં આવી હતી. પરંતુ હવે નોટિસ આપ્યા વિના હોટલ તોડી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે આ વિસ્તારને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવો જોઈએ.

SDRF તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે.
SDRF તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે.

આજનાં મોટા અપડેટ્સ...

આજે ગૃહ મંત્રાલયની એક ટીમ જોશીમઠ આવશે અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્વામી પણ 22મી જાન્યુઆરીથી યજ્ઞ કરવાના છે.

જોશીમઠના ડેન્જર ઝોનમાં આવેલા મકાનની તસવીર. એમાં મોટી તિરાડો સ્પષ્ટ દેખાય છે.
જોશીમઠના ડેન્જર ઝોનમાં આવેલા મકાનની તસવીર. એમાં મોટી તિરાડો સ્પષ્ટ દેખાય છે.

NTPCનું નિવેદન - અમારી ટનલ જોશીમઠમાંથી બિલકુલ પસાર થતી નથી
NTPCએ એક નિવેદનમાં કહ્યું- “NTPC દ્વારા બનાવવામાં આવેલી ટનલ જોશીમઠનગરની નીચેથી પસાર થતી નથી. આ ટનલ એક ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદવામાં આવી હતી અને હાલમાં કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા નથી."

જોશીમઠમાં અત્યારસુધીમાં 68 પરિવારને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
જોશીમઠમાં અત્યારસુધીમાં 68 પરિવારને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
જોશીમઠમાં મકાનોમાં તિરાડો પડવાને કારણે અનેક લોકો ઘર છોડવા મજબૂર થયા છે.
જોશીમઠમાં મકાનોમાં તિરાડો પડવાને કારણે અનેક લોકો ઘર છોડવા મજબૂર થયા છે.
જોશીમઠમાં જમીન ધસી જવાને કારણે ત્યાંનું એક મંદિર ધરાશાયી થયું.
જોશીમઠમાં જમીન ધસી જવાને કારણે ત્યાંનું એક મંદિર ધરાશાયી થયું.

13 વર્ષ પહેલાં તિરાડો પડવાની શરૂઆત, જોણો આટલું સેન્સેટિવ કેમ...

1. જોશીમઠ ગ્લેશિયરના થીજી ગયેલા ખડકો પર વસેલું- રિપોર્ટ

જોશીમઠનાં મકાનોમાં તિરાડો 13 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત જોશીમઠ, બદ્રીનાથ, હેમકુંડ અને ફૂલોની ખીણ સુધી જવાનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલોજીએ તેના સંશોધનમાં કહ્યું હતું કે ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતાં મોટા ભાગનાં ગામો ગ્લેશિયર પર વસે છે, જ્યાં આજે વસાહતો છે, ત્યાં એક સમયે હિમનદીઓ હતી. આ હિમનદીઓની ટોચ પર લાખો ટન ખડકો અને માટી જમા થાય છે. લાખો વર્ષો પછી ગ્લેશિયરનો બરફ પીગળે છે અને માટી પર્વત બની જાય છે.

2. એમસી મિશ્રા સમિતિએ કહ્યું હતું - જોશીમઠની નીચે માટી અને પથ્થરના ઢગલા

1976માં ગઢવાલના તત્કાલીન કમિશનર એમસી મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ કહ્યું હતું કે જોશીમઠનો વિસ્તાર પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં આવે છે. આ શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બાંધવામાં આવ્યું છે, જે ખૂબ જ અસ્થિર છે.કમિટીએ આ વિસ્તારમાં ઢોળાવ પર ખોદકામ કે બ્લાસ્ટિંગ કરીને કોઈ મોટા પથ્થરો ન કાઢવાની ભલામણ કરી હતી. જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈપણ બાંધકામનો કાટમાળ ફેંકવો ન જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું.

3. હિમાલયમાં પેરા-ગ્લેશિયલ ઝોનની વિન્ટર સ્નો લાઇન પર વસાહત

જોશીમઠ હિમાલયના પ્રદેશમાં જે ઊંચાઈએ આવેલું છે, એેને પેરા ગ્લેશિયલ ઝોન કહેવામાં આવે છે. મતલબ કે આ સ્થળોએ એક સમયે હિમનદીઓ હતી, પરંતુ બાદમાં ગ્લેશિયર્સ પીગળી ગયા અને એનો કાટમાળ રહી ગયો. એમાંથી બનેલા પર્વતને મોરેન કહે છે. વૈજ્ઞાનિક ભાષામાં આવી જગ્યાને અસંતુલિત (disequilibrium) જગ્યા કહેવામાં આવે છે. એનો અર્થ છે - એક એવી જગ્યા, જ્યાં જમીન સ્થિર નથી અને જેનું સંતુલન સ્થાપિત થયું નથી.

એક કારણ એ પણ છે કે જોશીમઠ શિયાળાની બરફરેખાની ઊંચાઈથી ઉપર છે. શિયાળાની બરફરેખા એ શિયાળામાં બરફ રહે છે એ હદ છે. આવી સ્થિતિમાં પણ જ્યારે બરફની ટોચ પર કાટમાળ જમા થતો રહે છે ત્યારે ત્યાં મોરેન રચાય છે.

4. શહેરની વસતિવધારાને કારણે જંગલનું આવરણ બે હજાર ફૂટ ઘટ્યું

મિશ્રા કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે વિકાસને કારણે જોશીમઠ વિસ્તારમાં રહેલાં જંગલોનો નાશ થયો છે. ખડકાળ પર્વત ઢોળાવ ખાલી અને વગર વૃક્ષોનો છે. જોશીમઠ લગભગ 6,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે, પરંતુ વસાહતમાં વધારો થવાને કારણે જંગલનું આવરણ 8,000 ફૂટ સુધી સરકી ગયું છે. વૃક્ષોની ઊણપને કારણે ધોવાણ અને લેન્ડ સ્લાઇડિંગમાં વધારો થયો છે. આ દરમિયાન મોટા પથ્થરોને સરકતાં અટકાવવા માટે કોઈ જંગલ બાકી નથી.

5. બ્લાસ્ટ અને બાંધકામને કારણે મોરેઇનની સ્લાઇડિંગમાં વધારો

વાડિયા ઇન્સ્ટિટ્યૂટે તેના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે મોરૈન પર્વતનું સરકવું ચોક્કસ સમય પછી નિશ્ચિત છે. જોકે અંધાધૂંધ બ્લાસ્ટ અને કનેટ્રક્શને તેની ઝડપ વધારી છે. જ્યારે તેના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જોશીમઠ શહેરની નીચે એક તરફ ધૌલી ગંગા અને બીજી બાજુઅલકનંદા નદી છે. બંને નદી દ્વારા પહાડના ધોવાણથી પર્વત પણ નબળો પડી ગયો છે.

5. છત પડી જાય ત્યારે આવજો... SDMએ કહ્યું- આવું કશું કહ્યું નથી

જોશીમઠના મનોહર વોર્ડના લોકોએ SDM કુમકુમ જોશીના નિવેદન મામલે હોબાળો થયો હતો. લોકો કુમકુમ પર ગુસ્સે થયા હતા. લોકોએ એસડીએમને તેમના નિવેદનમાં યાદ અપાવ્યું કે તેણે કહ્યું હતું કે જ્યારે છત પડી જાય ત્યારે આવજો અને 5 હજાર રૂપિયા મળી જશે. જોકે એસડીએમએ આવા કોઈપણ નિવેદનને નકારી કાઢ્યું છે. તેણે કહ્યું- એવું કશું પણ મેં કહ્યું જ નથી.

અન્ય સમાચારો પણ છે...