• Gujarati News
  • National
  • The Court Said That The Owner Of The Restaurant Is Not Smriti And Her Daughter, The Statement Was Made Deliberately

ગોવા બાર કેસમાં HCનું કોંગ્રેસ નેતાઓને સમન:કોર્ટે કહ્યું- રેસ્ટોરાંની માલિક સ્મૃતિ અને તેમની પુત્રી નથી, નિવેદનબાજી જાણીજોઈને કરવામાં આવ્યું

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોવા બાર કેસમાં દિલ્હી હાઈકોર્ટે સોમવારે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસૂઝાને સમન મોકલ્યાં. કોર્ટે કહ્યું કે તથ્યોની તપાસ કર્યા વગર કોંગ્રેસના નેતાઓએ નિવેદનબાજી કરી. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, તેમની પુત્રી જોઈશ ઈરાની અને પરિવારને નુકસાન થયું.

કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિની દીકરીનો ગોવામાં બાર છે. તેનું લાયસન્સ ગેરકાયદે છે. સ્મૃતિએ આ આરોપો પછી દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ન તો જમીન સ્મૃતિની છે કે ન તો તેમની પુત્રીની. તો રેસ્ટોરાંની પણ માલિકી તેઓ ધરાવતા નથી. આ લોકોએ ક્યારેય લાયસન્સ માટે એપ્લાઈ કર્યું ન હતું. સ્મૃતિની છબિ બગાડવા માટે તેમના વિરૂદ્ધ નિવેદનબાજી કરવામાં આવી. આ ટિપ્પણીઓ જાણીજોઈને કરવામાં આવી હતી.

ગત સુનાવણીમાં HCએ કહ્યું હતું- કોંગ્રેસના નેતા ટ્વીટ હટાવે
26 જુલાઈએ પણ હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે ત્યારે કહ્યું હતું કે જોઈશ પર આરોપ લાગ્યા બાદ તમામ ટ્વીટ ડિલીટ કરે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો 24 કલાકની અંદર આદેશનું પાલન નહીં કરવામાં આવે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ હટાવી દે.

દિલ્હી હાઈકોર્ટે જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસૂઝાને સમન આપી કહ્યું હતું કે જોઈશ પર આરોપ લગાડનાર તમામ ટ્વીટ ડિલીટ કરો.
દિલ્હી હાઈકોર્ટે જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસૂઝાને સમન આપી કહ્યું હતું કે જોઈશ પર આરોપ લગાડનાર તમામ ટ્વીટ ડિલીટ કરો.

કોંગ્રેસે કહ્યું હતું- જે નામથી લાયસન્સ લીધું, તેનું મોત નિપજ્યું છે
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઈરાનીની દીકરી જોઈશ ઈરાની ગોવામાં સિલી સોલ્સ કેફે એન્ડ બાર નામથી જે રેસ્ટોરાં ચલાવે છે, તેનું લાયસન્સ ગેરકાયદે છે. જેના માલિકોએ શરાબના લાયસન્સને જે નામથી રિન્યૂ કરાવ્યું, તેનું 13 મહિના પહેલાં જ મોત થઈ ગયું છે. આ મુદ્દે વકીલ એરેઝ રોડ્રિગ્ઝે ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...