તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Court Said Government Is Responsible If A Student Dies, Std.12 Examination Canceled In Andhra

સુપ્રીમની ફટકારના થોડા કલાકોમાં આંધ્રનો યુ-ટર્ન:કોર્ટે કહ્યું- વિદ્યાર્થીનું મોત થાય તો સરકાર જવાબદાર, આંધ્રમાં ધો.12નીપરીક્ષા રદ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યો 10 દિવસમાં ધો.12ની મૂલ્યાંકન નીતિ જણાવે, 31 જુલાઈ સુધીમાં પરિણામ આપે

દેશના તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડની 12માની પરીક્ષા રદ કરવા કે તમામ બોર્ડને એક સમાન મૂલ્યાંકન નીતિ લાગુ કરવાનો આદેશ આપવાથી સુપ્રીમકોર્ટે ઈનકાર કરી દીધો. પણ જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની બેન્ચે તમામ રાજ્યના બોર્ડને આદેશ આપ્યો છે કે 12માની મૂલ્યાંકનની વચગાળાની નીતિ 10 દિવસમાં નક્કી કરે અને 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરે. તમામ રાજ્યોની 12માની બોર્ડની પરીક્ષા રદ કરવા અને મૂલ્યાંકનની સમાન નીતિની માગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરતાં આંધ્રપ્રદેશે કહ્યું કે તે 11 અને 12માની પરીક્ષા યોજવાના નિર્ણય પર કાયમ છે.

તેના પર રાજ્ય સરકારને ફટકારતાં કોર્ટે કહ્યું કે પહેલા તમે મજબૂત યોજના જણાવો કે પરીક્ષા દરમિયાન હજારો વિદ્યાર્થીઓ વચ્ચે કોરોના પ્રોટોકોલનું પાલન કેવી રીતે કરાવશો. જો પરીક્ષા દરમિયાન એક પણ વિદ્યાર્થીનું કોરોનાથી નુકસાન કે મૃત્યુ થશે તો જવાબદારી રાજ્ય સરકારની રહેશે. દરેક પીડિત વ્યક્તિને એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડી શકેછે. સુપ્રીમકોર્ટની આ ફટકાર બાદ આંધ્રપ્રદેશે ગુરુવારે મોડી સાંજે 12માની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી.

રાજ્યના શિક્ષણમંત્રી ઔદિમુલાપુ સુરેશે મીડિયા સમક્ષ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમકોર્ટે 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવાની ડેડલાઈન આપી છે. તેના લીધે રાજ્ય સામે પરીક્ષા રદ કરવા ઉપરાંત કોઈ ઉપાય નથી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે આસામ બોર્ડ તથા એનઆઈઓસે પણ પરીક્ષા રદ કરી દીધી છે.

યોજના વિના પરીક્ષા યોજી રહ્યા છો, અમે મંજૂરી નહીં આપીએ: કોર્ટ
આંધ્રપ્રદેશ સરકાર વતી વકીલ મહેફૂજ નાજકીએ કહ્યું કે રાજ્યમાં જુલાઇના અંતિમ અઠવાડિયામાં 12માની પરીક્ષાઓ યોજાશે. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે જુલાઈમાં પરીક્ષા યોજાશે તો પરિણામ ક્યારે આવશે? અન્ય સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ તમારા પરિણામની રાહ નહીં જુએ.

કોર્ટનો સવાલ - 34 હજાર રૂમ, શિક્ષકો ક્યાંથી લાવશો?

  • વકીલે કહ્યું કે પરીક્ષાથી પહેલા તમામ શિક્ષકો-સ્ટાફને વેક્સિન અપાશે. રૂમમાં 15-18 વિદ્યાર્થીઓ બેસશે.
  • જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે 5 લાખથી વધુ બાળકો માટે 34 હજાર રૂમ માટે શિક્ષકો ક્યાંથી લાવશો? બાકી રાજ્યોની જેમ પરીક્ષા રદ કેમ નથી કરતા?
  • નાજકીએ કહ્યું કે ખામી દેખાશે તો રદ કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું - તમારે ઉપાય શોધવો પડશે.પરીક્ષા પર મજબૂત યોજના શુક્રવાર સવાર સુધી રજૂ કરો.
  • આંધ્રએ 1‌1માની પરીક્ષા અંગેનો નિર્ણય ન જણાવ્યો, કેરળમાં પણ યોજાશે
  • કોર્ટની ફટકાર બાદ આંધ્રપ્રદેશે 12માની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત તો કરી પણ 11માની પરીક્ષા અંગેનો નિર્ણય ન જણાવ્યો.
અન્ય સમાચારો પણ છે...