શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાની જ્યૂડિશિયલ કસ્ટડીને 14 દિવસ લંબાવી દીધી છે. દિલ્હીની સાકેત કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો. ત્યારે આ દરમિયાન આફતાબે કોર્ટ પાસે કસ્ટડીમાં વાંચવા માટે કેટલીક કાયદાની પુસ્તકો માગી હતી.
પૂનાવાલાને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાની સામે કોર્ટ લોકઅપમાં રજૂ કરાયો હતો. જ્યાં તેમણે જેલ અધિકારીઓને આફતાબને ગરમ કપડા પૂરા પાડવાની સૂચના આપી હતી.
આ અગાઉ પણ 6 ડિસેમ્બરે કોર્ટે પૂનાવાલાની કસ્ટડી 4 દિવસ માટે લંબાવી હતી. આફતાબ 12 નવેમ્બરથી કસ્ટડીમાં છે.
6 જાન્યુઆરી સુધી લંબાવાઈ હતી કસ્ટડી
આ કેસમાં અત્યારસુધી આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમાં તેણે શ્રદ્ધાની હત્યાની વાતનો સ્વિકાર કર્યો હતો. FSLની ટીમે 23 ડિસેમ્બરે આફતાબના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો હતો. ત્યારે, કોર્ટે આફતાબ અમીન પૂનાવાલાની જ્યૂડિશિયલ કસ્ટડી 6 જાન્યુઆરી સુધી લંબાવી હતી.
15 દિવસ અગાઉ પોલીસે લીધો હતો વોઈસ સેમ્પલ
15 દિવસ અગાઉ દિલ્હી પોલીસ આરોપી આફતાબને તિહાડ જેલમાંથી સેન્ટ્રલ ફોરેન્સિક લેબ લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઈસ સેમ્પલ લેવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં પોલીસને એક ઓડિયો મળ્યો હતો. જેમાં આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. આ ઓડિયોથી આફતાબનો અવાજ મેચ કરવા માટે પોલીસે આફતાબનો અવાજ રેકોર્ડ કરાવ્યો છે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે, કેસમાં ઓડિયો મારફતે જાણી શકાય છે કે, આખરે આફતાબે શ્રદ્ધાની હત્યા કેમ કરી? CBIની CFSL ટીમ આફતાબના વોઈસ સેમ્પલ અને ઓડિયોને મેચ કરશે.
વીડિયો પણ મળ્યો, ફેસ રેકોગ્નિશન ટેસ્ટ થશે
સુત્રોનું કહેવું છે કે, તપાસ કરી રહેલી ટીમને શ્રદ્ધા-આફતાબનો એક કથિત વીડિયો પણ મળ્યો છે. જેમાં પૂનાવાલાને સમજાવાતા જોઈ શકાય છે. આ વીડિયો મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો હતો. જેથી તપાસ કરનારી ટીમ પૂનાવાલાનો ફેસ રેકોગ્નિશન ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. આ પ્રક્રિયા દરમિયાન પૂનાવાલાનો 3D ફોટો લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.