• Gujarati News
  • National
  • The Court Asked First Tell Me Where Do You Live? Paramvir's Answer: If I Am Allowed To Breathe, Let Me Come Out

સુપ્રીમ કોર્ટથી પરમવીરને રાહત નહીં:કોર્ટે પૂછ્યું- પહેલા જણાવો ક્યાં રહો છો તમે? પરમવીરનો જવાબ- શ્વાસ લેવાની મંજૂરી મળે તો બહાર આવી જાઉં

મુંબઈ16 દિવસ પહેલા
  • પરમવીર સિંહ સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે

વસૂલી કરવાના એક કેસમાં બુધવારે ભાગેડુ જાહેર કરાયેલા મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સિંહે પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પહેલા કોર્ટને તમારા ઠેકાણા વિશે જણાવો, આ સમયે તમે ક્યાં છો? તે જણાવ્યા વિના, કોર્ટ કથિત ખંડણીના કેસમાં ધરપકડથી બચવા આપવા માટે કરવામાં આવેલી અરજી પર વિચાર કરશે નહીં.

આ મામલે પરમબીરે વકીલ મારફત જવાબ આપ્યો, 'જો મને શ્વાસ લેવાની મંજૂરી મળે તો હું ખાડામાંથી બહાર આવી જાઉં.'

આ મામલે આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 22 નવેમ્બરે જણાવો કે પરમબીર ક્યાં છે.

મુંબઈની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા
આ પહેલા મુંબઈની કોર્ટે પરમવીર સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. જે બાદ હવે મુંબઈ પોલીસ તેને વોન્ટેડ આરોપી અને મીડિયા સહિત દરેક સંભવિત સ્થળોએ ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. નિયમો અનુસાર, જો તેઓ 30 દિવસની અંદર કાયદાની સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે

અનેક વખત ચંદીગઢ ગઈ પોલીસની ટીમ
આ પહેલા ગૃહ વિભાગે પરમવીર ગુમ રહેવાની જાણકારી ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરમવીર ઘણા મહીનાથી ખરાબ આરોગ્યને કારણે રજા પર ગયા બાદથી ગુમ છે. ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢ ખાતેના ઘરે અનેક વખત પત્ર મોકલ્યા અને તેમના ઠેકાણા બાબતે પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

ગયા મહીને ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટિલે કહ્યું હતું કે તેઓ IPS અધિકારી સામે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવા નિયમોની જોગવાઈઑને જોઈ રહ્યા છે.

થાણે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે
મુંબઈની થાણે પોલીસે જુલાઈમાં પરમવીર સિંહ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે તેમના દ્વારા ભ્રષ્ટાચારની તપાસ માટે તેઓ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ચાંદીવાલ આયોગની સામે હાજર થઈ રહ્યા ન હતા. ત્યારબાદ તેમની સામે 5, પછી 25 અને બાદમાં 50 હજારનો દંડ કર્યો હતો. ત્યાર બાદ પણ જ્યારે પરમવીર હજાર ન થયા ત્યારે તેમનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

પરમવીર સામે તપાસ કરી રહી SIT
સરકારના ગૃહ વિભાગે પરમવીર સિંહની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપસ માટે 7 સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમની અધ્યક્ષતા DCP કક્ષાના અધિકારી કરી રહ્યા છે. અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં દાખલ માકોકાના કેસની તપાસ પણ SIT કરશે. પરમવીર કમિશ્નર રહેવા દરમિયાન અગ્રવાલ સામે છોટા શકીલ સાથે સંબંધ હોવાના આરોપો લગાવતા માકોકાનો કેસ નોંધાયો હતો.

પરમવીર સામે નોંધાયા છે 5 કેસ
ANI મુજબ સ્ટેટ CID અને થાણે પોલીસે પરમવીર સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. પરમવીર સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે, જેમાંથી એકની તપાસ મુંબઈ, એકની થાણે અને ત્રણ કેસની તપાસ સ્ટેટ CID કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...