• Gujarati News
 • National
 • The Country's Second Expressway, Which Will Have 25 Helipads, Will Also Be Used By The Army

અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર:દેશનો બીજો એક્સપ્રેસ-વે જેના પર બનશે 25 હેલિપેડ, સેના પણ કરી શકશે ઉપયોગ

જોધપુર13 દિવસ પહેલાલેખક: ડીડી વૈષ્ણવ
 • કૉપી લિંક
7 રાજ્યો, દેશની 3 મોટી રિફાઈનરીઓ અને 3 પોર્ટ જોડાશે. - Divya Bhaskar
7 રાજ્યો, દેશની 3 મોટી રિફાઈનરીઓ અને 3 પોર્ટ જોડાશે.

દેશના સૌથી લાંબા ઈકોનોમિક કોરિડોરમાંથી એક અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે બની રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમી સીમા પાસે નિર્માણધીન 1224 કિમી લાંબા આ કોરિડોરનો સૌથી મોટો ભાગ 663 કિમી રાજસ્થાનથી પસાર થઈ રહ્યો છે. આ સિવાય આ એક્સપ્રેસ-વે પંજાબ, હરિયાણા, ગુજરાતના રોડથી કનેક્ટ થશે અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખની સીધી નિકાસ કરી શકાશે. આ દેશનો બીજો સિક્સ લેન એક્સપ્રેસ વે છે, જેના પર ઈન્ટરચેન્જ અથવા વે-સાઈઠ પાસે હેલિપેડ બનાવવામાં આવશે. તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ 20થી 25 સાઈટ દર્શાવી છે.

એકલા રાજસ્થાનમાં જ 14થી વધુ સાઈટ છે, તેના માટે જમીન છોડી દેવામાં આવી છે. હવે આ પ્રસ્તાવ NHAIના મુખ્યાલયમાંથી પાસ થતાની સાથે જ હેલિપેડનું નિર્માણ થશે. NHAI રાજસ્થાનના સીજીએમ પવન કુમારે જણાવ્યું કે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર 2025 સુધીમાં ઓપરેશનલ થઈ જશે.

એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગશે, અકસ્માત રોકવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ લગાવવામાં આવી રહી છે. 1224 કિમીમાં 6થી 7 હજાર સીસીટીવી કેમેરા લાગી રહ્યાં છે. વાહનોની નિર્ધારિત સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી વધુ થતાની સાથે જ ચેતવણી આપવામાં આવશે.

આ રીતે કામ કરશે એટીએમએસ

 • વેરએબલ મેસેજ સાઈન પ્રત્યેક 10 કિમીના અંતરે એક ગેન્ટ્રીઃ ક્રિટિકલ લોકેશન પર એલઈડી ડિસપ્લે, જે પહેલેથી ઈમરજન્સી-અકસ્માત વિશે જણાવશે.
 • વ્હીકલ એક્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ દર 10 કિમી પરઃ ક્રિટિકલ લોકેશન, ઈન્ટરચેન્જ, ફ્લાયઓવર પર કેમેરા
 • વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ દર 10 કિમી પરઃ સ્પીડ ગ્રેન્ટ્રી પર 3 એલઈડીમાં દેખાશે, 100થી વધુ સ્પીડ થવા પર ડ્રાઈવરને ચેતવણી આપશે.
 • ઈમરજન્સી કોલ બોક્સ સિસ્ટમ પ્રત્યેક 1 કિમીના અંતરેઃ કોલ કરતા જ એમ્બ્યુલન્સ, હાઈવે પેટ્રોલિંગ અને સહાયતા તે લોકેશન પર થોડી જ મિનિટોમાં પહોંચશે.
 • ટ્રાફિક મોનિટરિંગ કેમેરા સિસ્ટમ પ્રત્યેક 1 કિમીના અંતરેઃ 10 મીટરના પોલ પર, તે વાહનની મુવમેન્ટ પર નજર રાખશે.
 • કન્ટ્રોલ રૂમ અને ડેટા સેન્ટર પ્રત્યેક 100 કિમી પર એકઃ વીડિયો વોલ બનશે. 24 કલાક લાઈવ મોનિટરિંગ થશે. રિયલ ટાઈમ મદદ આપી શકાશે. ઝડપથી ચાલતા વાહનોને પોલીસની મદદથી ઈ-ચાલાન આપવામાં આવશે.

સેનાનો રિસ્પોન્સ ટાઈમ 48 કલાક ઘટશે

 • આ એક્સપ્રેસ-વે પશ્ચિમ બોર્ડરના મોટા મિલિટ્રી સ્ટેશનને કનેક્ટ કરશે. ઓપરેશન પરાક્રમ જેવી સ્થિતિમાં બોર્ડર સુધી જવામાં સેનાનો રિસપોન્સ ટાઈમ 48 કલાક ઘટી જશે.
 • તે બોર્ડરની પાસે બનનાર ભારતમાલા પ્રોજેક્ટને ટૂ લેન સાથે જોડશે, તેનાથી મુવમેન્ટ ઝડપી બનશે.

ઈન્ટરચેન્જ પર ટોલબુથ પણ તૈયાર...
આ એન્ટરચેન્જ છે, જે દર 50 કિમીએ બનેલા છે. તમે જેવા કોરિડોરમાંથી ઉતરશો, ત્યાં ટોલબૂથ મળશે.

ક્રિટિકલ દર્દીને એરલિફ્ટ કરાશે
હેલિપેડનો ઉપયોગ ઈમરજન્સી દરમિયાન કરવામાં આવશે. જરૂરિયાત પડવા પર સેના પણ તેનો ઉપયોગ કરી શકશે. ક્રિટિકલ સ્થિતિમાં દર્દીઓને એરલિફ્ટ પણ કરી શકાશે. આ માટે કેટલીક જગ્યાઓ પર ટ્રોમા સેન્ટરનું નિર્માણ પણ થઈ રહ્યું છે, રાજસ્થાનમાં તેની સંખ્યા 16થી વધુ છે.

 • 1224 કિમીનું અંતર અમૃતસર-જામનગરનું
 • 636 કિમી રાજસ્થાનમાં અંતર(રાજસ્થાનમાં સાંગરિયાથી સાંચૌરાની વચ્ચે 174 કિમીનું અંતર ઘટશે.)

26,730 કરોડ રૂપિયા થશે પ્રોજેક્ટનો ખર્ચ
50 ટકા કામ રાજસ્થાનમાં પુરુ થઈ ચુક્યું છે.

આ પણ પ્રથમ વખત
ઈકોનોમિક કોરિડર પર ભારે વાહનો વધુ ચાલશે. તે પોરબંદર, મુંદ્રા અને કંડલા પોર્ટને જોડશે. તેના પગલે ઉત્તર અને પશ્ચિમના રાજ્યોના સામનની નિકાસ ઝડપી અને સસ્તી થશે. તેનાથી પ્રથમ વખત જામનગર, ભટિંડા, પચપદરા રિફાઈનરી પણ પરસ્પર જોડાશે.

અન્ય સમાચારો પણ છે...