• Gujarati News
  • National
  • The Country's Longest 341 Km Long Expressway Will Be Launched, And Air Force Aircraft Will Be Able To Take Off And Land.

પૂર્વાંચલ:દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે, 7 રેલવે ઓવરબ્રિજ, 525 નાના બ્રિજ, હાઈવે પર ફાઈટર જેટ પણ ઊતરશે

17 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યું. 341 કિમી લાંબો આ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બની ગયો છે.

આ એક્સપ્રેસ વે પર 18 ફ્લાયઓવર, 7 રેલવે ઓવરબ્રિજ, 7 મોટા બ્રિજ, 104 નાના બ્રિજ, 13 ઈન્ટરચેન્જ, 5 રેમ્પ પ્લાઝા, 271 અંડરપાસ, 525 પુલિયા અને 6 ટૉલ પ્લાઝા છે.

આ એક્સપ્રેસ વે પર હવે 8 પેટ્રોલપંપ, 4 CNG સ્ટેશ અને ઈલેક્ટ્રિક વાહનો માટેના રિચાર્જ સ્ટેશન પણ શરૂ થશે.

અન્ય એક્સપ્રેસ વેની તુલનામાં આ એક્સપ્રેસ વે ખાસ છે. આ એક્સપ્રેસ વે પર 3.2 કિમી લાંબી એર સ્ટ્રિપ બનાવાઈ છે, 34 મીટર પહોંળી આ એરસ્ટ્રીપ પર જરૂર પડ્યે એરફોર્સના વિમાનો ટેક ઓફ અને લેન્ડિંગ પણ કરી શકશે. આગામી દિવસોમાં અહીં હેલિપેડ પણ બનાવવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના નવ જિલ્લામાંથી પસાર થાય છે. જેમાં લખનૌ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુરનો સમાવેશ થાય છે.

આ એક્સપ્રેસ વે આસપાંચ પાંચ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર બનાવાશે. આ ઉદ્યોગોમાં ખાદ્ય અને પ્રોસેસિંગ, રિફાઈન્ડ, પેટ્રોલિયમ, કેમિકલ, ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ્સ તથા મેડિકલ અને ડેન્ટલ ઈક્વિમપમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ માટે 9,197 હેક્ટર જમીન પણ નક્કી કરાઈ છે.

આ એક્સપ્રેસ વે પર સુરક્ષાનું એટલું જ ધ્યાન રહેશે. રોડના દરેક પેકેજ પર ઈમર્જન્સી સર્વિસ 112ની ગાડીઓ ફરતી રહશે. આ સાથે જ દરેક પેકેજ પર બે એમ્બ્યુલન્સ પણ હશે. આગામી દિવસોમાં આ એક્સપ્રેસ વે પર પોલીસચોકીઓ પણ શરૂ થઈ જશે.

રૂપિયા 22 હજાર 500 કરોડના ખર્ચે બનાવાયેલા આ એક્સપ્રેસ વેનું કામ ઓક્ટોબર 2018માં શરૂ થયું હતું. આ સિક્સ લેન હાઈવેને ભવિષ્યમાં એઈટ લેન સુધી વિસ્તારી શકાશે.

અન્ય સમાચારો પણ છે...