તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તારીખ હતી 6 મે, 1967. દેશના ત્રીજા રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવવાના હતા. વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વિરુદ્ધ આખો વિપક્ષ હતો. કોંગ્રેસની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા ડો. જાકિર હુસેન. વિપક્ષ તરફથી ઉમેદવાર હતા કે. સુબ્બારાવ. સમગ્ર વિપક્ષ ડો. જાકિર હુસેનની વિરુદ્ધ એક હતો. એ સમયે દેશમાં એક અલગ માહોલ પણ બની ગયો હતો, કેમકે એ સમયે જનસંઘની તરફથી એ સંદેશો આપવાની કોશિશ પણ થઈ હતી કે એક મુસ્લિમને દેશના રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારી ન શકાય.
એ દિવસે સાંજે ઓલ ઈન્ડિયા રેડિયોનું પ્રસારણ વચ્ચે અટકાવી દેવાયું. રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની ઘોષણા થવાની હતી. રેડિયો પર જણાવાયું કે કુલ 838170 વોટોમાંથી 471244 વોટ મેળવીને જાકિર હુસેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ચૂક્યા છે. કે. સુબ્બારાવને 363971 વોટ મળ્યા. એ દિવસે દેશને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ મળ્યા.
પરિણામો આવ્યા પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરત તેમના ઘરે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે આપ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી ચૂક્યા છો પણ જાકિર હુસેનના ચહેરા પર ખુશીની જે આશા રાખી હતી, એવી જોવા ન મળી. કારણ એ હતું કે એ સમયે હાલના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને તેમને અગાઉ જ જણાવી દીધું હતું. દિલ્હીની જામા મસ્જિદથી પણ જાકિર હુસેનની જીતનું એલાન કર્યુ હતું. 13 મે 1967ના રોજ જાકિર હુસેને દેશના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
એ જ જાકિર હુસેનનો આજના જ દિવસ 1897માં જન્મ થયો હતો. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો, પરંતુ મૂળભૂત રીતે તે અફઘાનિસ્તાનના રહેવાસી હતા. તેમના પૂર્વડ 18મી સદીમાં અફઘાનિસ્તાનથી ભારત આવી ગયા હતા. જાકિર હુસેનનું બાળપણ કઠિનતાઓમાં પસાર થયું હતું. તેઓ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. 4 વર્ષ પછી તેમના માતાનું પણ નિધન થયું હતું. પખ્તૂનોના આફિરિદી કબીલામાંથી આવનારા જાકિર હુસેને બર્લિનની યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યુ હતું.
3 મે 1969ના રોજ અચાનક થયું નિધન
ડો. જાકિર હુસેનની તબિયત ખૂબ ખરાબ રહેતી હતી. 1957માં જ્યારે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ તેમની પાસે બિહારના રાજ્યપાલ પદનો પ્રસ્તાવ લઈને ગયા તો તેમણે તબિયત ખરાબ હોવાના કારણે પહેલા તો ના પાડી, પરંતુ પછી નહેરૂના આગ્રહ પછી માની ગયા.
કહેવાય છે કે જાકિર હુસેનનું દરરોજ મેડિકલ ચેકઅપ થયા કરતું હતું. 3 મે 1969ની સવારે તેમનું મેડિકલ ચેકઅપ થવાનું હતું. બરાબર પોણા અગિયાર વાગ્યે ડોક્ટર તેમનું ચેકઅપ કરવા પહોંચ્યા. ત્યારે તેમણે કહ્યું કે તેઓ બાથરૂમમાંથી આવીને ચેકઅપ કરાવશે પરંતુ જ્યારે અડધો કલાક સુધી દરવાજો ન ખૂલ્યો તો તેમના આસિસ્ટન્ટે દરવાજો ખટખટાવ્યો. જાકિર હુસેનનું નિધન થયું હતું. તેમના સન્માનમાં દેશની તમામ સરકારી ઈમારતો પર તિરંગો ઝુકાવી દેવાયો હતો.દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પણ પૂરો ન કરી શક્યા.
ભારત અને દુનિયામાં 8 ફેબ્રુઆરીની મહત્વની ઘટનાઓ આ પ્રકારે છેઃ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.