ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજસ્થાનમાં કોટા-દરા માર્ગ પર દેશની પહેલી 8 લેન ટનલ બને છે

કોટા17 દિવસ પહેલાલેખક: શેલેન્દ્ર માથુર, જિતેન્દ્ર જોશી
  • કૉપી લિંક
હાલ બંને બાજુથી ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું છે - Divya Bhaskar
હાલ બંને બાજુથી ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું છે
  • રોજ 12 મીટર બની રહી છે, અઢી મહિનામાં 170 મીટર બની ટનલ

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કોટા-દરા માર્ગ પર બની રહેલી દેશની સૌથી પહોળી અને પહેલી આઠ લેન ટનલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અઢી મહિના પહેલા વન વિભાગ પાસેથી મળેલી લીલી ઝંડી બાદ આ ટનલનું નિર્માણ કાર્ય ઝીરો પોઇન્ટ ઉમ્મેદપુરાથી શરૂ કરવામાં આવ્યું છે. આ ટનલનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલ મેથડ (NATM)થી થઇ રહ્યું છે.

દરરોજ 12 મીટર સુધી ટનલ આગળ વધી રહી છે. સ્પેન, જર્મનીથી આવેલી ડ્રિલિંગ બૂમર તેમજ શૉટક્રેટ જેવા ભારે-ભરખમ મશીનોથી ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે. પહાડોને 3.89 મીટર અંડરગ્રાઉન્ડ અને 18.15 મીટરની પહોળાઇમાં કાપીને 170 મીટર સુધીની ટનલ બનાવાઇ. આ પ્રોજેક્ટ પર દૈનિક ભાસ્કરનો ઝીરો ગ્રાઉન્ડથી રિપોર્ટ.

ટનલ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હશે
પહેલા ટનલ અંદાજે 3.6 કિમી લાંબી બનાવવામાં આવી રહી હતી. તેની એન્ટ્રી અને એક્ઝિટ પર ઊંચી બાઉન્ડ્રી વોલની સાથે એક અલગ રસ્તો બનાવાઇ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને પણ એનિમલ ઓવરપાસની માફક ટનલમાં પરિવર્તિત કરાઇ છે. તેનાથી બંને તરફ ટનલની લંબાઇ 500-500 મીટર વધવાથી ટનલ 4.9 કિમીની થઇ ચૂકી છે. આ 500-500 મીટરનો વિસ્તાર રેમ્પ જેવું હશે. મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વના 500 મીટર પહેલાથી શરૂ થશે અને રિઝર્વના વિસ્તાર પૂરો થવાના 500 મીટર બાદ સુધી રહેશે. ટનલમાં સર્વોત્તમ સુવિધા ઉપલબ્ધ થશે. તેમાં સેન્સર હશે, જે પ્રદૂષણ વધવા પર એક્ટિવ થઇ જશે.

બંને ટનલ ઇન્ટર કનેક્ટ હશે
અત્યારે નિર્માણ પામી રહેલી બંને ટનલ વચ્ચેથી એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હશે. જેથી કરીને કોઇપણ કારણોસર ચક્કાજામ થાય અથવા કોઇ દુર્ઘટના ઘટે છે તો વાહનોને અન્ય સ્થળેથી બાયપાસ કરી શકાય.

બંને તરફથી થઇ રહ્યું છે ખોદકામ, વચ્ચે ટનલ ભેગી થશે
પ્રોજેક્ટ મેનેજર રાજીવ પઠાનિયા અનુસાર આ ટનલ માટે ખોદકામ એક જ સમયે બંને તરફથી કરવામાં આવી રહ્યું છે. એક તરફ ઉમ્મેદપુરાથી ખોદકામ આગળ વધી રહ્યું છે અને બીજી તરફ નયાગાંવથી ખોદકામ કરાશે અને વચ્ચે આ ટનલ ભેગી થશે.

આ પડકારો આવી રહ્યા છે

  • 10 થી 12 મીટર પર માટી અને પથ્થરો બદલાઇ જતા હોવાથી વારંવાર તપાસ કરીને ખોદકામ થઇ રહ્યું છે.
  • આ વિસ્તાર મુકંદરા ટાઇગર રિઝર્વ ક્ષેત્રમાં આવે છે, એટલા માટે જ સૂર્યાસ્ત પછી કામ કરવું શક્ય નથી.

ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી ટનલનું નિર્માણ
ટનલ ડિઝાઇન એક્સપર્ટ આઇસીટી ઑથોરિટીના એન્જિનિયર રમેશ નીલવાની અનુસાર, ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડથી ટનલનું નિર્માણ થઇ રહ્યું છે. આ ટેકનિકનો ઉપયોગ એ વિસ્તારમાં કરવામાં આવે છે, જ્યાં બોરિંગ મશીનથી ટનલ બનાવવી શક્ય હોય છે. આ ટેકનિકથી શૉટક્રેટ, સ્ટીલ, લેટિસ ગર્ડર, તારની જાળીની અંદરની લાઇનિંગ બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...