તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લૂમબર્ગમાંથી...:ચાલુ નાણાકીય વર્ષમાં દેશનું અર્થતંત્ર 10%ના દરે વધી રહ્યું છે: નિષ્ણાતો

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લૂમબર્ગે કુલ 12 અનુમાનોના આધારે આ દાવો કર્યો છે

કોરોના સંકટ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પાટા પર હોવાના સંકેત મળ્યા છે. હાલ તે 10%ના દરે આગળ વધી રહ્યું છે. બ્લૂમબર્ગે કુલ 12 અનુમાનોના આધારે આ દાવો કર્યો છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં જીડીપીમાં 1%નો વધારો થયો હતો. રાજ્યોમાં અનલૉક અને ગ્રાહકોના ખર્ચના ટ્રેન્ડ પરથી અર્થતંત્રમાં રિકવરી નક્કી થશે. આવું ગયા વર્ષે પણ થયું હતું. ત્યારે મોબાઈલ ફોનથી લઈને કાર જેવા ઉત્પાદનોની માંગમાં જોરદાર વધારો થયો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં રિકવરીને હળવાશથી નહીં લેવાની સલાહ આપી હતી. તેમણે રાજકીય, વાણિજ્ય અને સ્થાનિક પ્રતિબંધોની સલાહનો આધાર બનાવ્યો હતો. પેરિસના આર્થિક સહકાર અને વિકાસ સંગઠને પણ કહ્યું હતું કે, માર્ચમાં ભારતનો વિકાસ દર 12.6% થઈ જશે. જોકે, હવે તેમણે આ દરનું અનુમાન 9.9% કર્યું છે.

ક્વાંટઈકો રિસર્ચના અર્થશાસ્ત્રી યુવિકા સિંઘલે કહ્યું છે કે, હાલ કોરોના કાળમાં પરિવારો ખર્ચ કરવાના બદલે બચત કરી રહ્યા છે, પરંતુ વિકાસ દર 10% સુધી રહી શકે છે.

રાજ્યોનું લૉકડાઉન લંબાતા અનુમાનો બદલાયાં
અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તા કહે છે કે, ગયા મહિને રાજ્યોના સ્તરે લૉકડાઉન લંબાતા આ અનુમાનો પ્રભાવિત થયાં છે. અનલૉક થયા પછી લોકો આર્થિક અનિશ્ચિતતા અને બેકારીના કારણે ખૂલીને ખર્ચ નહીં કરે. બાર્કલેના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરિયાએ કહ્યું છે કે, કોરોનાની બીજી લહેર કાબૂમાં આવતા આર્થિક સુધારાની અપેક્ષા વધી જશે. જોકે, રસીકરણ અને અનલૉકની ધીમી ગતિની અસરથી અર્થતંત્ર સુધારાની ગતિ પકડશે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો વિકાસ દર ઘટીને 7.7% થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...