• Gujarati News
  • National
  • Progress Halted After Timely Monsoon In The Country; Will Have To Wait Another Week To Get Rid Of The Heat

ચાતક નજરે રાહ જોવાય છે:દેશમાં ચોમાસું આગળ વધતું અટક્યું;એન્ટી-સાઈક્લોનની અત્યારની સ્થિતિ સારા સંકેત આપતી નથી

21 દિવસ પહેલા
  • ચોમાસાની પ્રગતિમાં વિલંબના સંજોગોમાં દેશના ઉત્તર વિસ્તારોમાં પાણી-ખાદ્ય સુરક્ષાને અસર થઈ શકે છે

ગયા સપ્તાહે ભારતમાં ચોમાસાનું સમયસર આગમન તો થયું પણ હવે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તરફ તે આગળ વધતું અટક્યું છે. આ અગાઉ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી કરવામાં આવેલી છે,પણ તેની પ્રારંભિક પ્રગતિની વાત કરવામાં આવે તો તે એકંદરે નબળી રહી શકે છે,તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટેરિઓલોજી ખાતેના ક્લાઈમેન્ટ બાબતના વૈજ્ઞાનિક રોક્સિ મેથ્યુએ જણાવ્યું હતું.

દેશભરમાં વરસાદની ખાધ 38 ટકા પહોંચી

ચોમાસાની પ્રગતિમાં થઈ રહેલા વિલંબને લીધે દેશના ઉત્તર વિસ્તારોમાં પાણી તથા ખાદ્ય સુરક્ષાને લગતી સ્થિતિને કફોડી બનાવી શકે છે. આ સાથે ચોમાસામાં થઈ રહેલા વિલંબને લીધે આ સિઝનમાં દેશવ્યાપી વરસાદની ખાધ 38 ટકા થઈ છે.બીજી બાજુ હવામાન વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય ભારતમાં આ વખતે ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયેલો હોય તેમ જણાય છે. એન્ટી-સાઈક્લોનની વર્તમાન ચોમાસાની સ્થિતિ એકંદરે સારા સંકેત પાઠવતા નથી. અરબી સમુદ્રની નજીક તેની સ્થિતિ ઘણી જ નબળી છે.

આ સપ્તાહે ચોમાસું આગળ વધવાની આશા
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે 7મી જૂનથી ભારતના દક્ષિણ ભાગમાં વરસાદનું પ્રમાણ વધવા લાગશે. ચોમાસાના હવે પછીના તબક્કામાં ઉત્તર-પૂર્વ ભારતમાં, તટીય હિમાલય, પશ્ચિમ બંગાળ તથા સિક્કીમમાં આગામી પાંચ દિવસમાં વરસાદ શરૂ થશે. દેશમાં સામાન્ય રીતે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવેતર માટે ખેડૂતો ખેતરોને તૈયાર કરવાની શરૂઆત કરી દેતા હોય છે અને 10 જૂનથી નોંધપાત્ર પ્રમાણમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. જોકે આ વખતે ચોમાસાની પ્રગતિમાં વિલંબ થઈ શકે છે.

આ વર્ષે દેશમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દેશમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસાધારણ પ્રમાણમાં હિટવેવની શરૂઆત થઈ હતી અને દેશના દક્ષિણના રાજ્યોને ગરમીથી કંઈક હસ્તક રાહત મળી ગઈ છે પણ ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં હિટવેવની સ્થિતિ ભયાનક સ્થિતિએ છે.

દેશમાં અસહ્ય હિટવેવને લીધે ઘઉંના ઉત્પાદન પર પણ અસર થઈ છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં ઉત્તર ભારતમાં તાપમાન વિક્રમજનક લેવલ પર પહોંચી ગયું છે. આ વર્ષના માર્ચ મહિનામાં ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો અને એપ્રિલ મહિનામાં લગભગ આ જ સ્થિતિ જોવા મળી હતી. દેશના અનેક ભાગોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

અગાઉ વર્ષ 2015 અને 2016માં ચોમાસુ નબળુ રહેલું
ભારતની પ્રાઈવેટ વેધર ફોરકાસ્ટ સર્વિસ સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનો ખૂબ મજબૂત નથી અને ચોમાસામાં અપેક્ષા પ્રમાણે પ્રગતિ જોવા મળતી નથી. સ્કાઈમેટ વેધર ટીમના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ચોમાસુ તેના નિયત સમય કરતાં મોડું રહી શકે છે.

છત્તિસગઢ, ઓડિશા અને પૂર્વ મધ્ય પ્રદેશ સહિતના દેશના મધ્ય ભાગમાં ચોમાસા પ્રથમ વરસાદમાં વિલંબ થઈ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 અને 2015માં ભારતમાં વરસાદની ખાધ રહી હતી, જોકે વર્ષ 2016થી સતત સંતોષજનક ચોમાસુ રહ્યું છે.