તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Country Will Have 50 Modular Hospitals Built In 3 Months, Which Will Also Have ICU And Oxygen Facilities

ત્રીજી લહેર માટે ફાસ્ટ ટ્રેક વ્યવસ્થા:દેશમાં 3 મહિનામાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવાશે, એક હોસ્પિટલનો ખર્ચ 3 કરોડ; જેમાં ICU અને ઓક્સિજનની સુવિધા પણ હશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • મોડ્યુલર હોસ્પિટલમાં ICU બેડ અને ઓક્સિજન સહિતની અન્ય સુવિધાઓ પણ હશે

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે કેન્દ્ર દ્વારા આરોગ્યની માળખાગત સુવિધાને તાત્કાલિક મજબૂત બનાવવાની યોજના ઘડી કાઢવમાં આવી છે. કેન્દ્ર આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે, જેમાં ICU બેડ સાથે ઓક્સિજન સપ્લાઇની વ્યવસ્થા છે. સૌથી મોટી સમસ્યા બીજી લહેર દરમિયાન ઓક્સિજન સપ્લાઇની હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ મોડ્યુલર હોસ્પિટલો હાલની હોસ્પિટલોની નજીક જ બનાવવામાં આવશે. આના માધ્યમથી આરોગ્યvr માળખાગત સુવિધામાં વધારો કરવામાં આવશે.

આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવવામાં આવશે.
આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવવામાં આવશે.

વિશેષ વાત એ છે કે 3 કરોડના ખર્ચે બનનારી આ હોસ્પિટલો 3 અઠવાડિયાંથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવશે. આમાં ICU,ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા હશે. આ મોડ્યુલર હોસ્પિટલોનું આયુષ્ય ઓછામાં ઓછું 25 વર્ષ છે. દુર્ઘટના સમયે આ હોસ્પિટલોને એક અઠવાડિયામાં શિફ્ટ પણ કરી શકાય છે.

આ મોડ્યુલર હોસ્પિટલની વિશેષતા હશે

  • 100 બેડવાળી હોસ્પિટલ હશે.
  • ICU માટે અલગથી ઝોન હશે.
  • એવી સરકારી હોસ્પિટલોમાં જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યાં એને બનાવવામાં આવશે.
  • 3 કરોડનો ખર્ચ એક હોસ્પિટલમાં થશે અને એ 3 અઠવાડિયાંમાં કાર્યરત થઈ જશે.

નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત
અહેવાલ મુજબ આ પ્રોજેક્ટની શરૂઆત પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર કે વિજય રાઘવન દ્વારા કરવામાં આવી છે. અત્યારે એનો અમલ ફક્ત સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે. આ હોસ્પિટલો ખાસ કરીને નાનાં શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવ સામે પહોંચી વળશે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયની અદિતિ લેલે કહ્યું હતું કે અમે એવાં રાજ્યો સાથે સતત સંપર્કમાં છીએ, જ્યાં આવી હોસ્પિટલોની જરૂર હોય છે. ખાસ કરીને જે રાજ્યમાં જ્યાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે. આમાં અમે કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળના અન્ય ભાગીદારોનો પણ સંપર્ક કર્યો છે જે આ પ્રોજેક્ટમાં અમારી મદદ કરી શકે છે.

આ શહેરોમાં હોસ્પિટલ બનાવવામાં આવશે
આ યોજના દ્વારા છત્તીસગઢના વિલાસપુર, મહારાષ્ટ્રના પુણે, જાલના, પંજાબમાં મોહાલીમાં આ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગઢના રાયપુરમાં આવી 20 બેડવાળી હોસ્પિટલ બનાવાશે. કર્ણાટકના બેંગલુરુમાં પ્રથમ તબક્કામાં 20, 50 અને 100 બેડવાળી આવી હોસ્પિટલ બનાવવામાં આવશે.