• Gujarati News
  • National
  • The Country Will Dedicate 35 Oxygen Plants, It Is Not Decided Whether Kedarnath Will Go Or Not

PM મોદીનો ઉત્તરાખંડ પ્રવાસ:વડાપ્રધાન મોદીએ ઋષિકેશથી દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી, મુખ્યમંત્રી ધામીને પોતાના મિત્ર કહ્યાં

11 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ નવરાત્રિના દિવસે ઉત્તરાખંડની સાથે જ દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એમ્સ, ઋષિકેશ પહોંચ્યા અને અહીં આયોજિત કાર્યક્રમમાં એમ્સમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. તેની સાથે જ તેમણે રિમોટ દ્વારા વરચ્યુઅલી સમગ્ર દેશના અન્ય ઓક્સિજન પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પોતાના મિત્રકહીને સંબોધ્યા.

હિમાલયની ધરતીને પ્રણામ કરવાનું ધન્ય ભાગ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માતાની જયની સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. કહ્યું કે દેવભૂમિ વિશ્વના લોકોને આકર્ષિત કરે છે. તેને મા ગંગાના આર્શીવાદ મળી રહ્યાં છે. આજથી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે અને આજના દિવસે મને અહીં આવીને હિમાલયની ધરતીને પ્રણામ કરવાનું ધન્ય ભાગ્ય મળ્યું છે.

વીસ વર્ષ પહેલા આજના દિવસે મેં ગુજરાતના CM તરીકેની જવાબદારી સ્વીકારી હતી
ઉત્તરાખંડની દેવધરાએ મારા જેવા અનેક લોકોનું જીવન બદલ્યું છે. ઉત્તરાખંડની ભૂમિ મારા કર્મ અને મર્મની ભૂમિ છે. અહીંથી મારો નાતો સત્વનો પણ છે અને તત્વનો પણ છે. વીસ વર્ષ પહેલા આજના દિવસે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી લીધી હતી. અને આજના દિવસે ઉત્તરાખંડ આવુ મારુ સૌભાગ્ય છે. અહીં આવીને નવી ઉર્જા મળે છે. અહીં યોગ અને આયુર્વેદની શક્તિથી જીવનને આરોગ્યપ્રદ બનાવવાનું સમાધાન થયું છે, આજે અહીંથી જ સમગ્ર દેશના ઓક્સિજન પ્લાન્ટની શુભ શરૂઆત થઈ છે.

આજે માસ્ક અને દવાઓની નિકાસ કરી રહ્યું છે ભારત
આજે હું દેવભૂમિ ઉત્તરાખંડથી દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપતા ગૌરવ અનુભવુ છું. વડાપ્રધાને કહ્યું કે એક વિશ્વસ્તરીય તપાસ લેબથી શરૂઆત કરવાની સાથે આજે આપણી પાસે ત્રણ હજાર વિશ્વસ્તરીય તપાસ લેબ છે. એક સમય એવો હતો કે ક્યારેક માસ્ક અને દવાઓની આયાત માટે બીજા દેશો પર નિર્ભર હતા. આજે ભારત માસ્ક અને દવાઓની નિકાસ કરી રહ્યું છે. પીએમએ કહ્યું કે છેવાડાના ગામો સુધી પણ વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પહોંચી છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનને શાલ ભેટ કરીને સ્વાગત કર્યું
મંચ પર પહોંચ્યા પછી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાલ ભેટ કરીને ઉત્તરાખંડ આવવા પર તેમનું સ્વાગત કર્યું. કહ્યું કે આજના દિવસે વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની યાત્રા શરૂ કરી હતી. વડાપ્રધાન અાપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

અન્ય સમાચારો પણ છે...