તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Country Recorded 4.14 Lakh Patients In The Last 24 Hours, The Highest Ever; The Number Of Active Patients Crossed 36 Lakh

કોરોનાનો નવો રેકોર્ડ:કર્ણાટકમાં બે સપ્તાહ માટે લોકડાઉન જાહેર, CMએ કહ્યું- સવારે 10 વાગ્યા બાદ કોઈને પણ બહાર નિકળવા મંજૂરી નહીં

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.14 લાખ દર્દી નોંધાયા, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો; એક્ટિવ દર્દી 36 લાખને પાર
  • હાલમાં દેશમાં 36.44 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે

કર્ણાટકમાં સરકારે 2 સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. સોમવારથી તેની શરૂઆત થઈ જશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે કહ્યું કે લોકડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ કોઈને પણ બહાર નિકળવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. મે પોલીસ અધિકારીઓને કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા વધતા અને નવા કેસમાં ઝડપથી વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં સતત ઘટી રહ્યા છે કેસ
દિલ્હીમાં શુક્રવારે 19,832 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં આ ચોથી વખત છે કે જ્યારે દિલ્હીમાં 20 હજારથી ઓછા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 19,085 દર્દી રિકવર થયા છે. 341 લોકોના મોત થયા છે. હવે અહીં આશરે 13 લાખ કેસ થઈ ચુક્યા છે. 91 હજાર એક્ટિવ કેસ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.14 લાખ દર્દી મળ્યા
​​​​​​​
દેશમાં કોરોનાના નવા કેસે ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 4.14 લાખ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. નવા કેસનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 3,920 દર્દીઓએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો જો કે, રાહતની વાત એ હતી કે 3.28 લાખ દર્દીઓ સાજા પણ થયા હતા. છેલ્લા સાત દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે 4 લાખથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. આ પહેલા 30 એપ્રિલે 4.02 લાખ અને 5 મેના રોજ 4.12 લાખ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ​​​​​​​

એક્ટિવ કેસ એટલે કે સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ ચિંતા વધારી રહી છે. છેલ્લા 24 કલાકમાં 81,663નો વધારો થયો છે. હાલમાં, 36.44 લાખ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા 7 દિવસની અંદર તેમાં 3.80 લાખનો વધારો થયો છે.

PMએ દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી. આ સમય દરમિયાન તેમણે આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી. તેમણે હોસ્પિટલમાં બેડ અને દવાઓની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી. PMO અનુસાર, સમીક્ષા દરમિયાન વડાપ્રધાનને એવા 12 રાજ્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. તેમને એવા જિલ્લાઓ વિશે પણ જણાવવામાં આવ્યું હતું જ્યાં સૌથી વધુ મોત નોંધાયા છે.

45 વર્ષથી ઉપરની વસ્તીના લગભગ 31% લોકોને વેક્સિન આપવામાં આવી હતી
આ દરમિયાન વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે રાજ્યોએ તેવા વિસ્તારોને ઓળખવા માટે સલાહકાર મોકલવા જોઈએ, જ્યાં પોઝિટિવિટી રેટ 10% કરતા વધારે અને આઇસીયુ સહિતના હોસ્પિટલના બેડ્સ 60% કરતા વધારે ભરાઈ ચૂક્યા છે. વડાપ્રધાનને કહેવામાં આવ્યું હતું કે રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ 17.17 કરોડ વેક્સિનના ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. દેશમાં 45 વર્ષથી ઉપરની વસ્તીના ઓછામાં ઓછા 31% લોકો ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 4.14 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,920

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.28 લાખ

અત્યાર સુધીમાં કુલ કેસ: 2.14 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 1.76 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.34 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 4 36..44 લાખ

કોરોના અપડેટ્સ

  • દિલ્હીમાં સંક્રમણના વધતા જતા કેસો અને સંસાધનોના અભાવને લીધે બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લોકો માટે 14 દિવસનો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન આવશ્યક કરવામાં આવ્યું છે.
  • ગઈ રાતે 12 વાગ્યાથી હિમાચલ પ્રદેશમાં કોરોના કર્ફ્યુ લગાવાયો છે. આ કર્ફ્યૂ 16 મેની રાત સુધી રહેશે. આ સાથે રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે. આ સમય દરમિયાન તમામ ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે.

મુખ્ય રાજ્યોનું રાજ્ય

1. મહારાષ્ટ્ર
ગુરુવારે, 62,194 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 63,842 લોકો સ્વસ્થ થયા અને 853 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.42 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાં 42.27 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 73,515 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 6.39 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં ગુરુવારે 26,622 લોકોને સક્રમણ લાગ્યું હતુ. 28,902 લોકો સાજા થયા અને 350 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.25 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11.51 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,501 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2.59 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે 19,133 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 20,028 લોકો સ્વસ્થ થયા અને 335 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 73 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 64 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 18,398 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 90,629 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
ગુરુવારે, 13,846 લોકોને કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 11,600 લોકો સ્વસ્થ થયા અને 212 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.16 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.75 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,950 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.31 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
​​​​​​​ગુરુવારે રાજ્યમાં 12,545 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 13,021 લોકો સ્વસ્થ થયા અને 123 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.45 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4.90 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,035 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.47 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
ગુરુવારે રાજ્યમાં 12,421 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 12,965 લોકો સ્વસ્થ થયા અને 86 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.37 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 5.42 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,160 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 88,614 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

​​​​​​​