તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Country Is Likely To Get Good News Soon, COVAXIN Being Prepared In India Is Effective

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતાની દિશામાં:દેશને ટૂંક સમયમાં સારા સમાચાર મળે તેવી શક્યતા, ભારતમાં તૈયાર થઈ રહેલી COVAXIN અસરકારક

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 વેક્સીનનું પરીક્ષણ વિશ્વસ્તર પર ચાલી રહ્યું છે. બ્રિટન, અમેરિકા અને રશિયા સહિત અનેક દેશોની અનેક કંપનીઓ વિશ્વને કોરોના વાઈરસથી મુક્તિ અપાવી શકે તેવા સંશોધનની દોડમાં છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક પણ આ પૈકી એક છે, જે કોવેક્સીન (COVAXIN) તૈયાર કરવા માટે સતત કામ કરી રહ્યા છે. ભારત બાયોટેકે આ મહિનાની શરૂઆતમાં વેક્સીનના ત્રીજા તબક્કાના પરીક્ષણની શરૂઆત કરી દીધી છે. COVAXIN ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સીન છે,જેને ભારત બાયોટેક તરફથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV)ના સહયોગથી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત બાયોટેકના દાવા પ્રમાણે કોવિડ-19 સામે COVAXIN ઓછામાં ઓછા 60 ટકા અસરકારક હશે, તેની અસર વધારે પણ હોઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે COVAXIN ના સ્ટોરેજ માટે 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડશે. અત્યારે ભારત બાયોટેક પાસે ત્રણ કરોડ વેક્સીન ઉત્પાદનની ક્ષમતા છે, જે આગામી વર્ષ સુધીમાં વધારીને પચાસ કરોડ કરવામાં આવી શકે છે. કંપનીએ વેક્સીનની કિંમત અંગે ખુલાસો કર્યો નથી.

(આ પણ વાંચોઃ આશા:દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું ભારતમાં 2021માં કોરોનાની રસી આવશે)
ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ભારતમાં 25 કેન્દ્રો પર 26,000 વોલન્ટિયર્સ સામેલ
ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભારતમાં 25 કેન્દ્ર પર 26,000 વોલન્ટિયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ભારતમાં કોઈ કોવિડ-19 વેક્સીન માટે કરવામાં આવેલુ સૌથી મોટું ક્લિનિકલ ટ્રાયલ છે. એટલું જ નહીં તે ભારતમાં કોવિડ-19 વેક્સીનના ત્રીજા તબક્કામાં અસરને જાણવા માટેનો પ્રથમ અભ્યાસ છે. ટ્રાયલ સમયે વેક્સીનેશનમાંથી પસાર પાર્ટિસિપેટીંગ વોલન્ટિયર્સને આગામી વર્ષ સુધી મોનિટર કરવામાં આવશે, કોવિડ-19ની બીમારી ફરી વખત થશે કે કેમ તે તપાસવા માટે આ મોનિટરિંગ કરવામાં આવશે.

COVAXIN 60 ટકા અસરકારક
ઈન્ડિયા ટુડે સાથેની મુલાકાતમાં ભારત બાયોટેકના અધ્યક્ષ, ક્વોલિટી ઓપરેશન્સ સાઈ ડી પ્રસાદે કહ્યું હતું કે COVAXIN કોવિડ-19 વાયરસ સામે ઓછામાં ઓછી 60 ટકા અસરકારક હશે. WHO, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તથા ભારતના કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)પણ જો કોઈ રેસ્પિરેટરી વેક્સીન 50 ટકા અસરકારકતાને પાર કરે છે તો તેને મંજૂરી આપે છે. પ્રસાદના મતે અમારો લક્ષ્ય ઓછામાં ઓછા 60 ટકા અસરકારકતાને હાંસલ કરવાનો છે. જોકે આ વેક્સીન તેનાથી પણ વધારે અસરકારક હોઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્રાયલના પરિણામોને જોવામાં આવે તો વેક્સીનને 50 ટકાથી ઓછી અસરકારક થવાની સંભાવના ઘણી ઓછી છે. ભારત બાયોટેકના મતે ત્રીજા તબક્કાના અસરકારક ડેટા 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંભવતઃ ઉપલબ્ધ બનશે. પ્રસાદે કહ્યું કે ત્યારબાદ અમે વેક્સીનને રજૂ કરવા માટે આવશ્યક નિયમકારી મંજૂરી માટે અરજી કરશું. જો અમે અમારા પરીક્ષણના અંતિમ તબક્કમાં તમામ પ્રાયોગિક પૂરાવા અને ડેટા, પ્રભાવશાળી અને સુરક્ષા ડેટાને સ્થાપિત કર્યા બાદ તમામ મંજૂરી કરશે તો અમારો લક્ષ્ય વેક્સીનને 2021ના બીજા ત્રિમાસિક ગાળામાં લોંચ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો