• Gujarati News
  • Dvb original
  • The Country Is Becoming Vigilant Towards Financial Education, With Women Outnumbering Men Among Investors

ભાસ્કર ઓપિનિયનઆર્થિક સ્વતંત્રતા:દેશ ફાઇનાન્શિયલ એજ્યુકેશન પ્રત્યે બની રહ્યો છે જાગ્રત, રોકાણકારોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશ ફાઇનાન્શિયલ એજ્યુકેશન તરફ આગળ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં રોકાણ કરનારામાંથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ કરનારા લોકો કરતાં વધુ છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં જોખમનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે લોકોમાં નાણાકીય જાગૃતિ આવી રહી છે અને તેઓ સમજદારીપૂર્વક જોખમ લઈ રહ્યા છે. લોકો એફડીમાંથી વધુ વ્યાજ મેળવવા આતુર છે.

રિપોર્ટ કહે છે કે કુલ રોકાણકારોમાંથી મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPમાં રોકાણ કરવાની ટકાવારી 57 છે, જ્યારે FD માત્ર 54 ટકા છે. FD અને SIPમાં રોકાણકારોમાં પરિવર્તન પણ આવી શકે છે, પરંતુ નાણાકીય જાગૃતિ માટે આ આંકડો ખૂબ જ પ્રોત્સાહક છે. સૌથી મોટી વાત એ છે કે સર્વે રિપોર્ટ અનુસાર, SIP ચલાવનારી મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે, એટલે કે SIP રોકાણ કરનારામાં મહિલાઓ 60% અને પુરુષો 55% છે. આ આર્થિક આઝાદીનો સારો અને શુભ સંકેત છે.

કુલ રોકાણકારોમાંથી, મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPમાં રોકાણ કરતા લોકોની ટકાવારી 57 છે, જ્યારે FD માત્ર 54 ટકા છે.
કુલ રોકાણકારોમાંથી, મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPમાં રોકાણ કરતા લોકોની ટકાવારી 57 છે, જ્યારે FD માત્ર 54 ટકા છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દેશના ઘણા લોકો મૌન મોહન સિંહ કહેતા હતા, પરંતુ નાણામંત્રી તરીકે તેમણે કરેલાં કામની પ્રશંસા કોઈ ન કરે એવું બની શકે એમ નથી. દેશ 1947માં આઝાદ થયો, પરંતુ દેશના લોકોને આર્થિક સ્વતંત્રતા ત્યારે જ મળી, જ્યારે 1991માં વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા. આજના યુવાનો ભલે પહેલાંની પરિસ્થિતિ જાણતા ન હોય, પરંતુ ચાલીસ-પચાસ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તેને સારી રીતે જાણે છે.

સંજોગો એવા હતા કે લોકોને બેંકનું મોઢું જોવું ગમતું નહોતું. ગેરસમજ એવી હતી કે જે કરવું હોય એ કરો, પણ બેન્કમાંથી લોન ન લો. એવું કહેવામાં આવતું હતું કે બેન્ક વ્યાજ પર વ્યાજ વસૂલ કરે છે, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે. જે રીતે વડીલો કહેતા હતા કે ભગવાન પોલીસ સ્ટેશનનો ચહેરો ક્યારેય બતાડે, એ જ રીતે બેન્ક વિશે પણ કહેવાતું હતું. જેમના પર બેન્ક લોન હતી તેને સમાજમાં યોગ્ય માનવામાં આવતું ન હતું. મનમોહન સિંહ આર્થિક ઉદારવાદમાં ક્રાંતિ લઈને આવ્યા હતા.

ચલણની તરલતા અને નાણાંની સરળ ઉપલબ્ધતા વધારવાનું શ્રેય માત્ર મનમોહન સિંહને જ જાય છે.
ચલણની તરલતા અને નાણાંની સરળ ઉપલબ્ધતા વધારવાનું શ્રેય માત્ર મનમોહન સિંહને જ જાય છે.

કરન્સીની તરલતા અને નાણાંની સરળ ઉપલબ્ધતા વધારવાનું શ્રેય માત્ર મનમોહન સિંહને જ જાય છે. એક સમય હતો, જ્યારે બેન્ક-મેનેજર લોન મંજૂર કરવા માટે લાંચ લેતા હતા. ઓછામાં ઓછા પાંચ કે દસ ટકા આપવા પડતા હતા. આના વિના કશું જ શક્ય નહોતું. આજે સ્થિતિ એવી છે કે લોન માટે માત્ર એક ફોન કરો, સાંજ સુધીમાં બેન્ક એક્ઝિક્યુટિવ તમારા ઘરે કે ઓફિસે આવીને બધી ફોર્માલિટી પૂરી કરે છે અને લોન પણ એક-બે દિવસમાં મળી જાય છે.

જોકે લોન આપવા માટે વિવિધ બેન્ક તરફથી ફોન પર વિનંતીઓ આવતી રહે છે. એવું કહે છે કે કોઈ કાગળ પર કામ કરવાનું નથી. તમે માત્ર લોન લો. જ્યારે હવે લોનનો વ્યાજદર પણ લગભગ અડધો થઈ ગયો છે, એટલે અડધા કરતાં પણ ઓછું વ્યાજ.

અન્ય સમાચારો પણ છે...