• Gujarati News
  • National
  • The Country Has Seen An Increase Of 10.80 Lakh Cases In The Last 15 Days, But The Relief Is That The Number Of Active Cases Has Increased By Only 95 Thousand; Total Infected 35.39 Lakh

કોરોના ઇન્ડિયા LIVE:દેશમાં 9 મહિનાના કોરોનાકાળમાં પ્રથમવાર એક દિવસમાં વિક્રમી 80,078 દર્દી મળ્યાં, દેશમાં જ નહીં વિદેશમાં પણ અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
તસવીર કેરળના કોઝિકોડ શહેરની છે. જ્યાં કોરોનાના દર્દીના મોત બાદ તેના મૃતદેહને અંતિમસંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
તસવીર કેરળના કોઝિકોડ શહેરની છે. જ્યાં કોરોનાના દર્દીના મોત બાદ તેના મૃતદેહને અંતિમસંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહ્યો છે.
  • ભારતમાં કોરોના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 35,42,733 થઈ
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,14,61,636 ટેસ્ટ થયા છે
  • ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 64,536 લોકો મૃત્યુ થયા છે
  • ભારતમાં નવા દર્દી મળવાની ઝડપ બ્રાઝીલની તુલનાએ બમણાથી વધુ

ભારતમાં કોરોના વાઈરસનો ચેપ એક નવા સ્તરે પહોંચી ગયો છે. રવિવારે કોરોના ચેપના 80,078 નવા દર્દી સામે આવ્યા હતા. આશરે નવ મહિનાથી જારી કોરોના વાઈરસના ચેપના સંકટમાં આ દુનિયાના કોઇપણ દેશમાં એક દિવસમાં મળનારા દર્દીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

અગાઉ 24 જુલાઈએ અમેરિકામાં કોરોના કાળમાં દુનિયાના સૌથી વધુ 78,586 દર્દી મળી આવ્યા હતા. અત્યાર સુધીની સ્થિતિ અનુસાર આ આંકડો અમેરિકામાં દર્દી મળવાનો સૌથી મોટા આંકડો રહ્યો હતો. તેના બાદથી ત્યાં દર્દી ઘટવા લાગ્યા હતા. ભારતમાં કોરોના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 35,42,733 થઈ ચૂકી છે. 958 નવા મૃત્યુ સાથે કોરોનાથી અત્યાર સુધીમાં 64,536 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં 27,65,540 દર્દી સાજા પણ થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,14,61,636 ટેસ્ટ થયા છે.

અમેરિકામાં એક દિવસના 78,586 દર્દીનો આંકડો અત્યાર સુધીનો પીક

  • અમેરિકામાં અત્યાર સુધીના આંકડા મુજબ 78,586 નવા દર્દીઓનો આંકડો પીક રહ્યો છે. તેના બાદથી 37માંથી 36 દિવસમાં નવા દર્દીઓની સંખ્યા 70 હજારને પાર ગઈ નથી. પણ થોડાક થોડાક અંતરાળે આ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે અમેરિકામાં 42,843 નવા દર્દી મળ્યા હતા.
  • અમેરિકામાં ગત એક અઠવાડિયા દરમિયાન દરરોજના સરેરાશ 42,521 દર્દી સામે આવ્યા. ભારતમાં આ અઠવાડિયામાં દરરોજના સરેરાશ 70,896 નવા દર્દી મળ્યાં. આ કોઈપણ દેશના 7 દિવસની સૌથી વધુ સરેરાશ છે. ભારતમાં દર્દી વધવાનો દર 2.32 ટકા છે, જોકે અમેરિકામાં આ દર 0.65 ટકા છે.

ભારતમાં કોરોના દર્દી વધવાનો દર બ્રાઝીલના બમણાથી પણ વધુ
બ્રાઝીલ ભલે જ અમેરિકા બાદ ચેપથી સૌથી વધુ પ્રભાવિત દુનિયાનો બીજો દેશ છે. પણ ભારતમાં નવા દર્દી મળવાની ઝડપ બ્રાઝીલની તુલનાએ બમણાથી વધુ છે. બ્રાઝીલમાં ગત એક પખવાડિયાથી નવા દર્દીઓની સંખ્યા 50 હજારથી નીચે રહી છે. ભારત અને બ્રાઝીલમાં નવા દર્દીઓ વચ્ચે ગત એક અઠવાડિયાથી દર્દીઓનું અંતર 30થી 40 હજાર વચ્ચે રહ્યું છે. એવામાં 10થી 12 દિવસમાં ભારત બીજા ક્રમનો સૌથી વધુ ચેપગ્રસ્ત દેશ બની શકે છે.

તમિલનાડુમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામા આવ્યું છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રવિવારે તેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રવિવારે લોકડાઉનમાં રાહત આપવામા આવશે. જોકે ધાર્મિક સ્થળો, હોટલ, રેસોર્ટને ફરી ખોલવાની મંજૂરી આપવામા આવી છે.

કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજસ્થાનમાં મંત્રી સંક્રમિત
કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિનકુમાર અને રાજસ્થાન સરકારમાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેએ પોતાને આઇસોલેટ કર્યા છે.

5 રાજ્યોની સ્થિતિ

1. મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1442 કેસ સામે આવ્યા. 1017 દર્દીઓ સાજા થયા, જ્યારે 22ના મોત થયા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતની સંખ્યા 60 હજાર 887, સાજા થનારની સંખ્યા 46 હજાર 143 અને કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 1345 થઈ ગઈ છે. રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં 23 હજારથી 27 હજાર વચ્ચે ટેસ્ટિંગ થયું છે. તે પહેલા અહીં 21થી 22 હજાર ટેસ્ટિંગ થતું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 13.25 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે.

2. રાજસ્થાન

શનિવારે રાજ્યમાં સંક્રમણના 1407 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ કુલ દર્દીઓનો આંકડો 78 હજાર 777 પર પહોંચી ગયો. તે જ સમયે, ચેપથી 13 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. તેમાંથી જોધપુર, કોટા અને જયપુરમાં 2-2, અજમેર, બાડમેર, બીકાનેર, દૌસા, ધોલપુર, સિરોહી અને ઉદયપુરમાં 1-1 દર્દીઓનાં મોત થયાં. રાજસ્થાનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1030 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાંથી સૌથી વધુ 269 દર્દીઓ જયપુરમાં મૃત્યુ પામ્યા છે.

3. બિહાર

બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, 2087 દર્દીઓમાં વધ્યા. આ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1 લાખ 32 હજાર 935 થઈ ગઈ છે. જો કે, દર્દીઓની તબિયત સુધારણાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં રિકવરી દર 85.13% હતો, જે વધીને 85.94% થયો છે.

4. મહારાષ્ટ્ર

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 16867 નવા કેસ મળી આવ્યા. આ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 7 લાખ 64 હજાર 281 થઈ ગઈ છે. શનિવારે 328 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મૃત્યુઆંક હવે 24 હજાર 103 થઈ ગયો છે.

5. ઉત્તર પ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 5684 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 લાખ 16 હજાર 505 થઈ ગઈ છે. હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 53 હજાર 360 થઈ ગઈ છે. 1 લાખ 62 હજાર 741 લોકો સાજા થયા છે. 3356 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. શનિવારે રાજ્યમાં રેકોર્ડ 1 લાખ 48 હજાર 147 લોકોની તપાસ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...