તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Cost Of Corona's Treatment Will Be Tax free, And The Financial Support The Family Receives After Death Will Not Be Taxed

મહામારીમાં મોટી રાહત:કોરોનાની સારવારનો ખર્ચ કરમુક્ત રહેશે, મૃત્યુ બાદ પરિવારને મળતી આર્થિક મદદ પર પણ કોઈ ટેક્સ લાગશે નહીં

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમિત કર્મચારીની સારવાર તેમ જ મોતના સંજોગોમાં કોઈ કંપની તરફથી તેમના પરિવારને મળનારા વળતરની રકમને કરમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે દેશની મોટાભાગની કંપની કોરોનાથી સંક્રમિત પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારને એક્સ-ગ્રેશિયા પેમેન્ટ મારફતે ફાયનાન્સિયલ સપોર્ટ કરવાની જાહેરાત કરી રહ્યા છે.

સરકારે પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ પણ 3 મહિના વધારી છે. આ સાથે કરદાતાને વધુ એક રાહત આપતા TDS ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 જૂનથી વધારી 15 જુલાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી.

એક્સ-ગ્રેશિયો ચુકવણીની મર્યાદા રૂપિયા 10 લાખ સુધી
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કોવિડની સરવાર માટે કંપની અથવા અન્ય વ્યક્તિ પાસેથી મેળવવામાં આવેલી રકમ પર કોઈ જ ટેક્સ લાગશે નહીં. આ છૂટ નાણાકીય વર્ષ 2019-20 અને 2021-22 માટે છે. ટેક્સ છૂટ કોઈ વ્યક્તિ તરફથી પોતાના મિત્ર, સંબંધ અથવા અન્ય કોઈ વ્યક્તિની મદદ માટે આપવામાં આવેલ ટેક્સ-ગ્રેશિયો પેમેન્ટ પર જ મળી જશે. આ માટેની મર્યાદા રૂપિયા 10 લાખ સુધી હશે.

તેમણે એમ પણ કહ્યું કે કરવેરામાં ઘટાડાનો દાવો કરવા માટે 1લી એપ્રિલ સુધી કરવામાં આવેલા રોકાણને 30 સપ્ટેમ્બર સુધી પૂરા કરી શકાય છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે નવા નોટિફિકેશન કર્મચારીઓના વેતન પ્રમાણે મળતા ટેક્સ છૂટથી અલગ છે. તેની ઉપર આગામી એક-બે દિવસમાં જાણકારી આપવામાં આવશે.

સરકારી કર્મચારીઓને ટેક્સ રાહત મારફતે મદદ કરવા ઈચ્છે છે
નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મહામારીને લીધે અનેક લોકોની નોકરી જતી રહી છે. ત્યાં સુધી કે તેમને બીમારીના ખર્ચને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે સરકારે તેમને ટેક્સમાં રાહત આપવી જોઈએ. જો કોઈ કંપની મૃતક કર્મચારીના પરિવારને એક્સ-રેશિયો પેમેન્ટ કરે છે તો આ રકમ પર નાણાકીય વર્ષ 2019-20 અને 2021-22માં કોઈ જ ટેક્સ લાગૂ થશે નહીં.