તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોધપુરના તખત સાગરમાં 6 દિવસ અગાઉ ગુમ થયેલા સેનાના કેપ્ટન અંકિત ગુપ્તાનો મૃતદેહ આજે મળી આવ્યો છે.તેમને શોધવા માટે સેનાએ દેશભરમાંથી નિષ્ણાતો, તરવૈયાઓ તથા કમાન્ડોને બોલાવ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં ટીમ તેમને શોધી શકી ન હતી. જોકે, મંગળવાર બપોર બાદ તેમનો મૃતદેહ જળાશયની ઉંડાઈમાં ફસાયેલો દેખાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેપ્ટન ગુપ્તાનો મૃતદેહ પથ્થરો વચ્ચે ફસાઈ ગયેલો હતો. જેને લીધે તે પાણીની ઉપર આવી શક્યો ન હતો. મંગળવારે બચાવ ટૂકડી તરફથી પાણીમાં નાંખવામાં આવેલું એન્કર તેમના ડ્રેસમાં ફસાઈ ગયુ હતું. ત્યારબાદ મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. અલબત સેનાએ આ અંગે વધુ માહિતી આપી નથી.
અભ્યાસ કરતી વખતે 6 દિવસ અગાઉ કેપ્ટન ગુમ થયા હતા
કેપ્ટન અંકિત ગુપ્તા 6 દિવસ અગાઉ એક અભ્યાસ સમયે હેલિકોપ્ટરમાંથી તખત સાગરમાં કુદકો માર્યો હતો. તેમને શોધવા માટે સેનાના નિષ્ણાતોએ 51 ફૂટ સુધી પાણીમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ ઓપરેશ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે પાણીમાં ડુબેલી કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે ત્રીજા દિવસે તરીને બહાર આવી જતી હોય છે. પણ કેપ્ટન અંકિતની બાબતમાં આ બાબત જોવા મળી ન હતી. તેમનો તર્ક છે કે કેપ્ટન મજબૂત જેકેટ અને વર્દી પહેરેલી હતી. વર્દીની મજબૂતી તેમના શરીરને ઉપર લાવવામાં અવરોધરૂપ બની હતી. મૃતદેહ મળ્યા બાદ નિષ્ણાતોનું આ અનુમાન સાચુ સાબિત થયું.
તખત સાગરની ડિઝાઈનથી તપાસમાં મુશ્કેલી આવી
જોધપુરમાં જળ સંકટ સમયે તખત સાગરને ખાલી જોઈ ચુકેલા જળ આપદા વિભાગના નિવૃત કર્મચારી શ્યામસિંહનું કહેવું છે કે તેની ડિઝાઈન કુદરતી હોવાની સાથે ઘણુ જટિલ છે. અનેક જગ્યાએ ગુફાનુમા કોટર છે. જોકે તે વધારે ઉંડાઈ પર આવેલ નથી, જોકે તેમા કોઈ વ્યક્તિ તેમા અટકી જાય તો તેને સરળતાથી બહાર આવવું મુશ્કેલ હોય છે.
આ રીતે સર્જાઈ હતી દુર્ઘટના
પેરા કમાન્ડો સ્પેશિયલ ફોર્સિસનો એક વર્ષ સુધી અભ્યાસ થતો રહે છે. ડેઝર્ટ વોરફેરમાં નિપૂર્ણતા ધરાવતી 10 પેરાના કમાન્ડોને એક હેલિકોપ્ટરથી પહેલા પોતાની બોટને પાણીમાં ફેકીને પોતે પાણીમાં કૂદકો મારવાનો હતો. ત્યારબાદ તેમણે બોટ પર સવાર થઈ દુશ્મન પર હુમલો કરવાનો હતો. તે દિવસે (ગુરુવારે) કેપ્ટન અંકિતના નૈતૃત્વમાં 4 કમાન્ડોએ તખત સાગરમાં પહેલા પોતાની નાવ ફેકી અને ત્યારબાદ પોતે પાણીમાં કૂદી ગયા હતા.
આ એક્સરસાઈઝમાં ભાગ લઈ રહેલા ત્રણ કમાન્ડો તો નાવ પર આવી ગયા. જોકે કેપ્ટન અંકિત પહોંચી શક્યા ન હતા. તેમના સાથી કમાન્ડોએ પોતે પાણીમાં ઉતરીને શોધખોળ શરૂ કરી હતી. કમાન્ડોએ ઘટના અંગે જોધપુર હેડક્વોટરમાં જાણ કરી હતી. ત્યારબાદ વિશેષ બચાવ ટીમે અભિયાન હાથ ધર્યું હતું.
પરિવારની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર થશે
કેપ્ટન અંકિતનો મૃતદેહ સીધો સેના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. તેમના અંતિમ સંસ્કાર જોધપુરમાં કરવા કે ગુરુગ્રામમાં તે અંગે પરિવારની ઈચ્છા પ્રમાણે સેના નિર્ણય કરશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.