ઉત્તર પ્રદેશ:હોટલના રસોઈયાએ થૂંકી થૂંકીને રોટલી બનાવી, કારસવાર યુવકે વીડિયો બનાવી લીધો

એક વર્ષ પહેલા

ઉત્તર પ્રદેશના શામલીમાં થૂંકી-થૂંકીને રોટલી બનાવતા રસોઈયાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક રસોઈયો રોટલી બનાવતી વખતે તેમાં થૂંકે છે. આ વીડિયો ત્યાંથી પસાર થતાં એક કારચાલકે તેના મોબાઇલમાં કેદ કરી વાઇરલ કર્યો હતો. આ પછી પોલીસે વાઇરલ વીડિયોને આધારે રસોઈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, રોટલીમાં થૂંકવાના એક પછી એક વીડિયો વાઇરલ થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...