• Gujarati News
  • National
  • The Convoy Was Stopped For 20 Minutes On The Flyover, The Protesters Were Only 7 To 8 Feet Away, Punjab Police Became Silent Spectators.

PM મોદીની સુરક્ષામાં બેદરકારી:ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી કાફલો અટક્યો, પ્રદર્શનકારીઓ PMના કાફલા નજીક પહોંચી ગયા, પંજાબ પોલીસ મૂકપ્રેક્ષક બની

21 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા, જ્યાં અચાનક પ્રદર્શનકારી ખેડૂતો એકાએક વિરોધ કરવા આવી જતા PMનો કાફલો એક ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ સુધી અટકી ગયો હતો. જેને PMની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીનો કાફલો અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં અટવાયો હતો. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાફલો ટ્રાફિકમાં અટવાયો હતો તે ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 20 કિમી. દૂર છે. ફિરોઝપુર ભારત-પાકિસ્તાન સરહદની નજીક હોવાને કારણે પંજાબનો ખૂબ જ સંવેદનશીલ જિલ્લો છે. પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી જે અંગે હવે રાજકારણ પણ શરુ થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા છે. નડ્ડાએ દાવો કર્યો છે કે જ્યારે PM મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો અને મુદ્દાના સમાધાનનો ઈનકાર કરી દીધો. ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભઠિંડા એરપોર્ટ પર PM મોદીએ અધિકારીઓને કહ્યું, 'હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, તે માટે તમારા CMને થેન્કસ કહેજો'. નરેન્દ્ર મોદીના કાફલાને પ્રદર્શનકારી ખેડૂતોએ રસ્તામાં રોકી લેતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે પંજાબના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...